બરોડામાં ખાતાધારકની માતાની ખોટી ઓળખ આપી લોકરમાંથી .૧૩.૯૪ લાખના સોના ચાંદીના દાગીના કાઢી ચોરી કર્યા અંગે અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢમાં એમ જી રોડ રાણાવાવ ચોક વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડાની શાખામાં મહિલાની ખોટી ઓળખ આપી બેન્ક કર્મચારીને વિશ્વાસમાં લઈ લોકર માંથી .૧૩.૯૪ લાખની કિંમતના સોના ચાંદીના દાગીના કાઢી લેવાના બનાવમાં ખાતાધારકે અજાણ્યા ઇસમ સામે લોકરનો અપ્રમાણિત ઉપયોગ કરી દાગીના ચોરી કર્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે બી ડિવિઝનમાંથી પ્રા વિગત મુજબ જૂનાગઢમાં મોબાઈલ સર્વિસ સેન્ટર ચલાવતા અને જોશી પરા વિસ્તારમાં રહેતા હિમાંશુભાઈ ભુપતભાઈ ત્રિવેદી નું તેની માતા અન્નપૂર્ણાબેન બંનેનું સંયુકતમાં રાણાવાવ ચોકમાં બેંક ઓફ બરોડા ની શાખામાં લોકર રહેલું છે.તા.૩૧ જાન્યુઆરીથી ૨૯ ઓકટોબર દસ માસના સમયગાળા દરમિયાન અજાણી મહિલાએ હિમાંશુભાઈ ત્રિવેદીના માતા અન્નપૂર્ણાબેન ની ખોટી ઓળખ આપી બેન્ક કર્મચારીને વિશ્વાસમાં લઈ હિમાંશુભાઈ અને તેના માતાના સંયુકત લોકરનો અપ્રમાણિત રીતે ઉપયોગ કરી લોકરમાં રાખેલ .૧૩.૯૪ લાખની કિંમતના સોના ચાંદીના દાગીના કાઢી જવાના બનાવમાં પરવાનગી વગર લોકર ઓપરેટ કરી ચોરી કર્યા અંગે અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી છે.
જોકે સમગ્ર મામલે નોંધનીય એ કહી શકાય કે બેંકમાં લોકર ખોલતી વખતે નંબર તથા ખાતા ધારકની સાઈન ચકાસણી કરવામાં આવતી હોય છે પરંતુ તે તમામ બાબતો ચકાસણી કર્યા વગર જ ખાતાધારકને લોકર ઓપરેટ કરવાની પરવાનગી આપવા મામલે તેમજ સીસીટીવી ફટેજ ને આધારે પોલીસ દ્રારા તમામ દિશાઓમાં ઐંડાણપૂર્વકની તપાસ હાથ ધરી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech