અપ્રમાણસર સંપત્તિના કેસ મામલે ૧૦૦ કરોડના દંડની ભરપાઈ માટે સરકાર આભૂષણોની કરી શકે હરાજી ; હાલ ઘરેણા કોર્ટની કસ્ટડીમાં કર્ણાટકની તિજોરીમાં રખાયા
તમિલનાડુના દિવંગત પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલીતા વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિના કેસમાં બેંગલુરુની વિશેષ અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ મામલામાં જપ્ત કરવામાં આવેલ તેણીના મૂલ્યવાન સોના અને હીરાના ઘરેણાં તામિલનાડુ સરકારને ૬ અથવા ૭ માર્ચના રોજ સોંપી દેવાની સૂચના આપવામાં આવી છે, જેથી જયલલિતા પર લાગેલા ૧૦૦ કરોડ રૂપિયાના દંડની ભરપાઈ થઈ શકે.
આ ૨૦ કિલો જ્વેલરીનું સરકાર દ્વારા વેચાણ કે હરાજી કરી શકાય છે. જયલલીતાને તેની માતા પાસેથી મળેલી જ્વેલરીને આ પ્રક્રિયામાંથી બહાર રખાઈ છે. સુપ્રીમ કોર્ટની સૂચના મુજબ આ કેસ તામિલનાડુને બદલે કર્ણાટકમાં ચલાવવામાં આવ્યો હતો. જેમાં તમામ સંબંધિત પુરાવા હાલ કોર્ટની કસ્ટડીમાં કર્ણાટકની તિજોરીમાં રાખવામાં આવ્યા છે. સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે જયલલિતાના ભત્રીજા અને ભત્રીજીની અરજીને ફગાવી દેતા કહ્યું હતું કે જયલલિતાનો પરિવાર રાજ્ય દ્વારા જપ્ત કરવામાં આવેલી સંપત્તિનો હકદાર નથી.
ગયા મહિને જ જજ એચએ મોહને જયલલિતાના કિંમતી ઘરેણાં તમિલનાડુ સરકારને ટ્રાન્સફર કરવાનો અને તેના નિકાલ માટે જરૂરી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રિમ કોર્ટના નિર્દેશો અનુસાર કર્ણાટકમાં ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી, જેમાં તમામ સંબંધિત પુરાવા હાલમાં કર્ણાટકની તિજોરીમાં કોર્ટની કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. જયલલિતા પાસેથી જપ્ત કરાયેલા દાગીનાની હરાજી કરવાની માંગ કરતી અરજી કોર્ટે ફગાવી દીધી હતી. જપ્ત કરાયેલી કિંમતી જ્વેલરી તમિલનાડુ સરકારને ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપ્યો છે. ન્યાયાધીશે કહ્યું કે ઝવેરાતની હરાજી કરવાને બદલે તેને તમિલનાડુ રાજ્યના ગૃહ વિભાગને સોંપવામાં આવે અને તેને તમિલનાડુમાં ટ્રાન્સફર કરવામાં આવે તે વધુ સારું છે.
૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૪ ના રોજ, બેંગલુરુની એક વિશેષ અદાલતે અપ્રમાણસર સંપત્તિના કેસમાં જયલલિતાને ચાર વર્ષની જેલની સજા ફટકારી હતી અને તેના પર ૧૦૦ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આરબીઆઈ અથવા એસબીઆઈને જાહેર હરાજી દ્વારા જયલલિતાની જપ્ત કરાયેલ કિંમતી ચીજવસ્તુઓ વેચવાની સૂચના પણ આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech