સભાને સંબોધન કરતા પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત જામસાહેબને મળવા માટે પહોંચ્યા: કોંગ્રેસને વોટ આપવાનો સંકલ્પ કરનારાઓને ર7ર બેઠકનું ગણિત સમજાવીને પરોક્ષ રીતે ડેમેજ કંટ્રોલ કર્યું: પોલેન્ડ સાથેના સંબંધો મહારાજા દિગ્વિજયસિંહને આભારી ગણાવ્યા: રાજવી પરિવારનો એમના પર અનન્ય પ્રેમ
પાલાના મુદ્દે ક્ષત્રિય સમાજ ગુજરાતમાં વિરોધ નોંધાવી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલની પોતાની મુલાકાતમાં જામસાહેબ સાથેની મુલાકાત કરીને પાઘડી ધારણ કરીને પ્રવચનમાં રાજા-રજવાડાઓના બલિદાનનો ઉલ્લેખ કર્યો હતો અને એક રીતે ડેમેજ કંટ્રોલ કરવા માટે પરોક્ષ રીતે મોટો પ્રયાસ કર્યો હતો.
કોંગ્રેસને વોટ આપવાના કેટલાક લોકોએ કરેલા સંકલ્પ સંબંધે કેન્દ્ર સરકારનું લોજીક સમજાવતા વડા પ્રધાને કહ્યું કે આ દેશમાં સરકાર બનાવવા માટે કમસેકમ 272 સીટ પર વિજય જરી છે, પરંતુ આશ્ર્ચર્યની વાત એ છે કે માત્ર ભારતીય જનતા પાર્ટી સીવાય કોઇ રાષ્ટ્રીય પાર્ટી 272 બેઠક પર ચુંટણી જ લડી રહી નથી તો પછી સરકાર બનાવવાની વાત કયાં આવી, બહુમતી બેઠક પર ચુંટણી જ લડી નથી રહ્યા તો વડાપ્રધાન કેવી રીતે બની શકે ?
સભાને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે હું આવતી વખતે રસ્તામાં જામસાહેબના દર્શન કરવા ગયો હતો, મારા પર રાજવીર પરિવારનો અનન્ય પ્રેમ રહ્યો છે, જામ સાહેબ પાઘડી પહેરાવે પછી કંઇ બાકી જ ન રહે, જામ સાહેબની પાઘડી મારા માટે મોટો પ્રસાદ છે. જામનગરના રાજવીર પરિવાર સાથે મારો નજીકનો નાતો રહ્યો છે, હું એમને મળવા ગયો હતો, એમણે મને આશિવર્દિ આપ્યા અને પાઘડી પહેરાવી, અને જામ સાહેબે વિજય ભવ: કહ્યું છે એટલે વિજય નિશ્ર્ચિત થઇ જાય છે.
ગુજરાતનું દેશને બહુ મોટું યોગદાન છે, જામનગરના મહારાજા દિગ્વિજયસિંહએ બીજા વિશ્ર્વ યુદ્ધ વખતે પોલેન્ડના નાગરીકોને જામનગરમાં શરણ આપી હતી, એટલા માટે જ આજે જ્યારે પોલેન્ડમાં પાલર્મિેન્ટ શ થાય છે ત્યારે સૌપ્રથમ જામનગર અને મહારાજા દિગ્વિજયસિંહનું સ્મરણ કરવામાં આવે છે, એ કારણે જ આજે પોલેન્ડ સાથે ભારતના સંબંધો ખુબ સારા છે.
આપણા દેશના રાજા મહારાજાઓએ અખંડ ભારત બનાવવા માટે પોતાનું પેઢીઓ જુનુ રાજપાટ આપી દીધુ હતું, એમના યોગદાનને દેશ ક્યારેય ભૂલી શકશે નહિં.
પરંતુ આઝાદીના 75 વર્ષ પછી પણ ઇતિહાસની આવી મહત્વપૂર્ણ ઘટનાને નકારી દેવામાં આવી, આજે પણ શહેજાદા જે ભાષા બોલે છે તેનો આ દેશ સ્વીકાર કરે નહિં. એમ કહીને રાહુલ ગાંધી અને પ્રિયંકાનું નામ લીધા વગર પ્રહાર કર્યો હતો.
જુની વાત યાદ કરતા એમણે પ્રવચનમાં એમ પણ કહ્યું હતું કે ભુચરમોરીના યુદ્ધની વાત અને ક્ષત્રીય સમાજના આગેવાનો મને આમંત્રણ આપવા આવ્યા, ત્યારે કોઇએ મને કાનમાં કહ્યું કે અમે આમંત્રણ આપવા તો આવ્યા છીએ પરંતુ અત્યાર સુધી કોઇ મુખ્યમંત્રી આવ્યા નથી, તેનું કારણ એ છે કે ભુચરમોરીના યુદ્ધની યાદમાં મનાવાતા પ્રસંગમાં જો કોઇ મુખ્યમંત્રી હાજરી આપે તો તેનું રાજપાટ જતુ રહે છે અને એટલા માટે જ એકપણ મુખ્યમંત્રી આવતા નહોતા, મે કહ્યું કે ક્ષત્રીય સમાજના આ બલીદાન સામે મારા મુખ્યમંત્રી પદની કોઇ કિંમત નથી, હું આવીશ અને હું આવ્યો, જામનગર સાથે મારી આવી અનેક યાદો છે આજે ફરી આવવાનો મોકો મળ્યો છે.
વડાપ્રધાને કહ્યું હતું કે દેશ માટે યોગદાના આપનારા સરદાર વલ્લભભાઇ પટેલનું સ્ટેચ્યુ બનાવાયું અને ત્યાં જ રાજવીઓના ભવ્ય ઇતિહાસ માટે મ્યુઝીયમ બનાવવામાં આવશે, આઝાદીના આટલા વર્ષો બાદ આ માન સન્માન આપવાનો વિચાર કોઇ સરકારને આવ્યો નથી પરંતુ મેં એટલા માટે કર્યુ છે કે હું ઇતિહાસની મહાનતાને પુજનારો વ્યક્તિ છું, જે ઇતિહાસ ભૂલી જાય છે તે કયારેય ઇતિહાસ બનાવી શકતા નથી, આમ ક્ષત્રિયોની વાત કરીને વડાપ્રધાને ડાયરેકટ નહીં તો, ઇનડાયરેકટ એક રીતે ડેમેજ કંટ્રોલ કરવાની કોશિષ કરી હતી.
કોંગ્રેસને વોટ આપવાનો સંકલ્પ કરનારાઓને વડાપ્રધાને આવા સવાલો કરીને વર્તમાન સ્થિતીમાં ક્ષત્રીય સમાજ દ્વારા કરવામાં આવેલા સંકલ્પની વાતાને ઉલ્લેખ કયર્િ વગર આ રીતે સમજાવી હતી. કેટલાક દાખલાઓ તાકીને એમણે કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ જ જયારે કોંગ્રેસને વોટ આપવાની સ્થિતીમાં નથી ત્યારે તમે શુકામ વિચારી રહ્યા છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech