BREAKING NEWS

જામનગરના શહેરીજનો દિવાળીનું પર્વ સુરક્ષિત રીતે ઉજવે તે માટે પોલીસની 'સાવધાન નાગરિક' સુરક્ષિત શહેર' શીર્ષક હેઠળ પોસ્ટર ઝુંબેશ

  • October 17, 2025 10:53 AM 

શહેરની ટ્રાફિક શાખા સહિતની પોલીસ ટીમ દ્વારા દિવાળી ની સલામત રીતે ઉજવણીના ભાગરૂપે લોક જાગૃતિ અર્થે બેનર-પોસ્ટર લગાવાયા



જામનગર તા ૧૭, જામનગર શહેર ના નાગરિકો સાવધાની પૂર્વક અને સુરક્ષિત રીતે દિવાળીના પર્વની ઉજવણી કરી શકે, તેના માટે જામનગર જિલ્લાનું પોલીસ તંત્ર શતર્ક બન્યું છે.



​​​​​​​જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનિ ની આગેવાની હેઠળ પોલીસ વિભાગની જુદી જુદી ટુકડીઓ દ્વારા શહેરમાં સધન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, સાથો સાથ દિવાળીનું પર્વ ખૂબ જ સાવધાની પૂર્વક ઉજવી શકાય, અને ટ્રાફિક જામની સમસ્યા ન રહે, તે સંદર્ભમાં લોકજાગૃતિના બેનર લગાવવાની ઝુંબેશ હાથ કરવામાં આવી હતી.



 ગત રાત્રે જામનગર ના પોલીસ વિભાગ દ્વારા શહેરના કેટલાક જાહેર સ્થળો પર ઉપરાંત રિક્ષા સહિતના વાહનો પર જરૂરી સૂચનાઓ દર્શાવતા બેનર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.



 જામનગરના શહેરીજનો માટે 'સાવધાન નાગરિક, સુરક્ષિત શહેર' શિર્ષક હેઠળના બેનર પોસ્ટરમાં જાહેર કરાયા અનુસાર કોઈપણ વ્યક્તિ કે ટોળકી અથવા તો તેવી કોઈ વસ્તુ નજરે પડે, તો તાત્કાલિક અસરથી ૧૦૦ નંબર અથવા તો ૧૧૨ નંબર ઉપર પોલીસ તંત્રને જાણ કરવા અનુરોધ કરાયો છે.



 જાહેર રસ્તા પર ફટાકડા નહીં ફોડવા, તેમજ કોઈ વાહનની પણ નજીક ફટાકડા નહીં ફોડવા સૂચન કરાયું છે. શહેરના માર્ગો પર અથવા તો જાહેર સ્થળે થેલો અથવા તો અન્ય કોઈ શંકાસ્પદ સામાન દેખાય તો તેને નહીં સ્પર્શવા તેમજ પોલીસ વિભાગને તુરતજ જાણ કરી દઇ, પોતાની તેમજ પોતાના આસપાસના વિસ્તાર ની સલામતી રાખવા પણ અનુરોધ કરાયો છે.



 ફટાકડા ના કારણે કોઈપણ સ્થળે આગ લાગે તેવો બનાવ બને તો, તાત્કાલિક ૧૦૧ નંબર પર ફાયર શાખા ને જાણ કરવા અથવા તો પોલિસ વિભાગની ૧૧૨ નંબરમા ડાયલ કરવા અનુરોધ કરાયો છે. શહેરમાં ટ્રાફિક ની કોઈ સમસ્યા સર્જાયઝ તો તુરત જ જામનગર પોલીસ વિભાગની ટ્રાફિક શાખા (૦૨૮૮- ૨૫૫૦૨૦૦  ઉપર ટેલીફોનીક જાણ કરવા પણ અનુરોધ કરાયો છે.



 દિવાળીની સલામત રીતે ઉજવણી માટે નાગરિકોનો :તમારો એક કોલ અને પોલીસની મદદ એ સૂત્ર સાર્થક કરવા માટે' જામનગર પોલીસ દ્વારા બેનર પોસ્ટર ઝુંબેશ શરૂ કરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application