શ્રી જામનગર જિલ્લા સહકારી સંઘ દ્વારા સહકારી શિક્ષણ વર્ગો

  • January 09, 2023 08:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજય સહકારી સંઘની સહકારી શિક્ષણ અને તાલીમ યોજના અન્વયે જામનગર જિલ્લા સહકારીસંઘના ઉપક્રમે ડી.કે. કપુરીયા એન્ડ શ્રીમતી એસ.આર.ગાર્ડી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, કાલાવડ મુકામે તા.૨૬-૧૨-૨૨થી તા.૩૧-૧૨-૨૨ સુધીની મુદત દરમ્યાન યુવા મહિલાઓ તેમજયુવકો માટેના બેસહકારી શિક્ષણ વર્ગો યોજવામાં આવેલ હતા આ બન્ને વર્ગનો પુર્ણાહુતિ કાર્યક્રમ જામનગર મહિલા સહકારી બેન્કના વાઇસ ચેરપર્સન અને કાલાવડની શ્રી ઝંકાર મહિલા ઔદ્યોગિક સહકારી મંડળીના ચેરમેન સીરીનબેન બ્લોચના પ્રમુખ સ્થાને યોજવામાં આવેલ. 



આ વર્ગના પુર્ણાહુતિ પ્રસંગે પ્રમુખસ્થાનેથી બોલતા શીરીનબેન બ્લોચે જણાવેલ કે સહકારી પ્રવૃતિ દ્વારા યુવાનો સારું જીવન ધોરણ, સારો વ્યવહાર, નોકરી અને સારી ઉત્પાદન પદ્ધતિ મળે છે. યુવાનો દ્વાાર સહકારી પ્રવૃતિમાં નવી ચેતના અને ગતિશીલતા આવે તે માટે સહકારી પ્રવૃતિમાં યુવાનોની સામેલગીરી જરુરી છે. વધુમાં તેમણે જામનગર મહિલા સહકારી બેન્કની કામગીરીની માહિતી આપતા જણાવેલ કે મહિલા બેન્ક દ્વારા મહિલાઓને સ્વરોજગાર શરુ કરવા માટે લોન સહાય તેમજ સરકાર દ્વારા સિલાઇ મશીનના વિતરણની કામગીરી વિશેની માહિતીપુરી પાડવામાં આવેલ.



આ પ્રસંગે જામનગર જિલ્લા સહકારી સંઘના એકઝીકયુટીવ ઓફીસર પ્રજ્ઞેશભાઇ નાકરાણીએ જણાવેલ કે આજની યુવા પેઢી આપણા દેશનું ભવિષ્ય છે. આ યુવા પેઢીને કોલેજના શિક્ષણની સાથે સાથે યોગ્ય દિશા અને લક્ષ્ય મળે તે ખુબ જરૂરી છે વધુમાં તેઓએ જણાવેલ કે સહકારી પ્રવૃતિ દ્વારા ગરીબ અને મઘ્યમ વર્ગના લોકો પોતાનો સામાજીક અને આર્થિક વિકાસ સાધી શકે છે. આજે વધુમાં વધુ મહિલાઓ સહકારી ક્ષેત્રે જોડાય અને તેના સંચાલતમાં પોતાનું યોગદાન આપે તે ખુબ જ જરુરી છે. વધુમાં તેઓએ જણાવેલ કે મહાપુ‚ષોના જીવન ચરિત્રમાંથી યુવાનોએ બોધ મેળવી જીવનમાં ઉતારવો જોઇએ, સારા પુસ્તકોના વાંચનથી જીવનને યોગ્ય દિશા આપી શકાય છે.



આ વર્ગના પુર્ણાહુતિ પ્રસંગે સંઘના મહિલા સી.ઇ.આઇ. મંજુલા પ્રજાપતિએ જણાવેલ કે આજની યુવા પેઢી ઉપર આપણા દેશનું ભવિષ્ય નિર્ભર છે. આજની યુવા પેઢીએ કોલેજના શિક્ષણની સાથે સાથે જીવન ઘડતરના મુલ્યો અને વ્યવસાયિક તાલીમનું જ્ઞાન મેળવવું જ‚રી છે. વધુમાં તેઓએ દેશના જુદા જુદા ક્ષેત્રોમાં અગ્રેસર મહિલાઓના ઉદાહરણ આપી જણાવેલ કે આપણા દેશમાં સહકારી ક્ષેત્રનો ઘણો વિકાસ થયો છે. પણ તેમાં મહિલાઓની ભાગીદારી ઘણી બધી ઓછી છે. દેશના એક વર્ગ તરીકે મહિલાઓનો વિકાસ અને પ્રગતિ સમગ્ર દેશના વિકાસ સાથે સંકળાયેલ છે. મહિલાઓને સહકારી ક્ષેત્રે જોડવામાં આવશે તો જ સહકારી પ્રવૃતિ સફળ અને સંગીન બની રહેશે.



આ તાલીમ વર્ગ દરમ્યાન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને કાલાવડ માર્કેટીંગ યાર્ડની મુલાકાત માટે લઇ જવામાં આવેલ અને ખેડુતોના પાકની થતી હરાજી પ્રત્યક્ષ મુલાકાત લીધેલ આ પ્રસંગે કાલાવડ માર્કેટીંગ યાર્ડના ચેરમેન યુવરાજસિંહ જાડેજા, ડીરેકટર જમનભાઇ તારપરા અને સેક્રેટરી રમણીકભાઇ ગધેથરીયા દ્વાા માહિતી પુરી પાડવામાં આવેલ.



આ છ દિવસના બે તાલીમવર્ગનું સંચાલન જામનગર જિલ્લા સહકારી સંઘના એકઝીકયુટીવ ઓફીસર પ્રજ્ઞેશભાઇ નાકરાણી અને મહિલા સી.ઇ.આઇ. મંજુલાબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવેલ. આ તાલીમ વર્ગમાં બહોળી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ તાલીમ મેળવેલ. આ તાલીમ વર્ગને સફળ બનાવવા માટે કોલેજના પ્રિન્સીપાલ ડો.એન.કે. ડોબરીયા, ડો. શારદાબેન સંધાણી તેમજ કોલેજના અન્ય પ્રાદ્યાપકોએ જહેમત ઉઠાવેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application