૩૫ કિ.મી.ની ઝડપે સુસવાટાભર્યો પવન ફુંકાયો: તાપમાન ૧૪.૫ ડીગ્રીકલેકટર કચેરીના ક્ધટ્રોલ રુમમાંથી બહુ ઠંડી હોવા છતાં પણ અવારનવાર આકડાઓમાં ફેરથી લોકો પરેશાન: કલેકટર તપાસ કરે
જામનગરમાં શિયાળો જામ્યો છે, કાતિલ ઠંડો પવન ફુંકાઇ રહ્યો છે ત્યારે કલેકટર કચેરીના ક્ધટ્રોલ રુમમાંથી મળતા આંકડામાં અવારનવાર ફેરફાર આવે છે ત્યારે જિલ્લા કલેકટરે તપાસ કરવાની જરુર છે, આજે ૩૫ કિ.મી.ની ઝડપે પવન ફુંકાઇ રહ્યો છે, જામનગર ટાઢોબોળ થઇ ગયું છે, નિષ્ણાંતોના મતે તાપમાન ૧૦ ડીગ્રી આસપાસ હોવું જોઇએ તેના બદલે સરકારી ખાતા દ્વારા લઘુતમ તાપમાન ૧૪.૫ દર્શાવવામાં આવ્યું છે, અવારનવાર ઠંડી હોવા છતાં પણ વરસાદના આંકડાની જેમ તાપમાન ખોટુ દર્શાવવામાં આવે છે ત્યારે બાજરા સંશોધન કેન્દ્રના કર્મચારીઓ સામે હવામાનના આંકડા સામે કડક કાર્યવાહી કરવી જોઇએ, આજે ગામડાઓમાં ઠંડા પવનનો વાયરો ચાલી રહયો છે, ગઇકાલે સાંજ બાદ વધુ ઠંડો પવન ફુંકાતા ઠેર-ઠેર તાપણા શરુ થયા છે, ગામડાના જનજીવન પર ભારે અસર થઇ છે, સોમવારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠા થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે ત્યારે ફરીથી ખેડુતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રુમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૧૪.૫ ડીગ્રી, મહત્તમ તાપમાન ૨૫ ડીગ્રી રહ્યું હતું, હવામાં ભેજ ૫૮ ટકા અને પવનની ગતિ ૩૦ થી ૩૫ કિ.મી. પ્રતિકલાક રહી હતી. કલેકટર કચેરીના કન્ટ્રોલ રુમમાંથી મળતા આંકડાએ ફરીથી વિવાદ જગાવ્યો છે, આજે વધુ ઠંડી હોય પરંતુ તાપમાન માત્ર ૧૪.૫ ડીગ્રી દર્શાવાયું છે, અધિક કલેકટરે હવામાનના અપાતા આંકડા અંગે ક્ધટ્રોલ રુમમાં તપાસ કરવાની જરુર છે.
હાલારના તાલુકા મથકો ખંભાળીયા, દ્વારકા, કલ્યાણપુર, જામજોધપુર, ભાણવડ, લાલપુર, કાલાવડ, ધ્રોલ, જોડીયા, સલાયા, ફલ્લા, ભાટીયા સહિતના ગામોમાં પણ આજ સવારથી ઠંડક જોવા મળી છે. જામનગરની આજુબાજુમાં ગામડાઓમાંથી હટાણુ કરવા આવતા લોકોને પણ તકલીફનો સામનો કરવો પડયો છે જયારે સવારે ૫ થી ૯ દરમ્યાન એસ.ટી.ના બસ વ્યવહાર ઉપર પણ અસર પડી છે. રાજયના હવામાન ખાતાએ જણાવ્યું છે કે, આગામી દિવસોમાં ઠંડી વધશે અને તાપમાન ૧૦ ડીગ્રી આસપાસ થઇ જશે ત્યારે ગામડાઓમાં પણ ઠંડીની ભારે અસર જોવા મળી છે, ગઇકાલે સાંજે જે રીતે ઠંડો પવન ફુંકાયો હતો તે જોતા ગામડાઓમાં પણ વ્હેલી બજારો બંધ થઇ ગઇ હતી, જામનગરમાં પણ ગરમ પીણાનું વેંચાણ વઘ્યું હતું, આજે સવારે વોકીંગ કરનારાઓને પણ ઠંડીની અસર જોવા મળી હતી.
ઠંડીને કારણે દાંડીયા હનુમાન, ભીડભંજન, ટાઉનહોલ પાસે ડીકેવી કોલેજ, ખોડીયાર કોલોની વિસ્તારમાં ફુટપાથ પર સુતા કોર્પોરેશનના સેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી પણ શરુ કરવામાં આવી છે, જામનગર શહેરમાં ચા, કોફી, કાવો સહિતની વસ્તુઓમાં વેંચાણ વધી ગયું હતું, ગામડાઓમાં પણ ઠંડીની અસર જોવા મળી હતી, છેલ્લા બે દિવસથી જામનગરથી બહારગામ જતી એસ.ટી. બસ અને ખાનગી બસોમાં પણ મુસાફરોની સંખ્યા થોડી ઘટેલી જોવા મળી હતી, બીજી તરફ ગરમ કપડાની બજારમાં પણ વેંચાણ વધી ગયું હતું અને લોકો સ્વેટર, શાલ, મફલર, જેકેટ અને અન્ય ગરમ કપડા ખરીદવા માટે બજારમાં જોવા મળ્યા હતાં, આ વખતે લગભગ એકાદ મહીનો ઠંડી મોડી શરુ થઇ છે, હવે આખો મહીનો ઠંડીનો રહે તેવી શકયતા છે તેમ હવામાન ખાતાનું કહેવું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ રાશિના જાતકો પર થશે લક્ષ્મીજીની કૃપા,થશે અઢળક ધન લાભ
July 08, 2024 09:54 AMસિલ્કી સોફ્ટ હેર માટે આ રીતે ઘરે જ બનાવો નેચરલ કંડિશનર
July 07, 2024 11:58 PMચહેરા પર આ રીતે કેળાની છાલનો કરો ઉપયોગ, નિસ્તેજ ત્વચામાં આવશે નિખાર
July 07, 2024 11:58 PMઝડપથી ઘટી રહ્યું છે પૃથ્વીનું પાણી, માત્ર આટલા સમયમાં 450 ઘન કિલોમીટર ભૂગર્ભજળ ઘટ્યું !
July 07, 2024 11:57 PMજાણો કોણ છે મુંબઈમાં BMW વડે મહિલાને ઉડાવી દેનાર મિહિર શાહ ?
July 07, 2024 11:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech