વડોદરા મેયર ઇલેવનને પરાજય આપીને આગળ વધી જામનગરની મેયર ઇલેવન: વિપક્ષી નેતા ધવલ નંદાના ૪ સિકસર સાથે આક્રમક ૭૧ રન, ધર્મરાજસિંહ જાડેજાએ ૨૧૭ની સ્ટ્રાઇક રેટ સાથે ફટકાર્યા ૩૭ રન
અમદાવાદ ખાતે ચાલી રહેલી ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-૨૦ સીઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગઇકાલે રમાયેલા મેચમાં જામનગર મેયર ઇલેવન અને વડોદરા મેયર ઇલેવન વચ્ચેના મેચમાં જામનગરની ટીમે વડોદરાની ટીમને હરાવી હતી, આજે અમદાવાદ ખાતે જામનગરની મેયર ઇલેવનનો સુરતની મેયર ઇલેવન સાથે સેમીફાઇનલમાં મુકાબલો થશે અને આજે રાત્રે એ પરીણામ આવી જશે કે જામનગરની મેયર ઇલેવન ફાઇનલમાં પહોંચવામાં સફળ થઇ જાય છે કે નહીં.
ગઇકાલે રમયોલા કવાર્ટર ફાઇનલ જેવા મુકાબલામાં જામનગર મેયર ઇલેવનનો ઝમકદાર વિજય થયો હતો, વડોદરા ઇલેવને પ્રથમ દાવ લઇને ર૦ ઓવરમાં ૮ વિકેટે ૧૮પ રન કર્યા હતા, જેના જવાબમાં જામનગર ઇલેવને આક્રમક બેટીંગ કરીને માત્ર ૧પ.ર ઓવરમાં જ ૪ વિકેટ ગુમાવીને ૧૮૭ રનનો વિજય ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો અને આ સાથે જ મહત્વની ટુર્નામેન્ટના સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આજે અમદાવાદ ખાતે સુરત મેયર ઇલેવન સાથે જામનગરની મેયર ઇલેવનનો રસપ્રદ મુકાબલો થશે અને જે રીતે જામનગરની ટીમ રમી રહી છે તેને જોતા ફાઇનલ પ્રવેશ નિશ્ર્ચિત માનવામાં આવે છે.
ગઇકાલના મેચમાં પહેલી વિકેટ વ્હેલી પડી ગયા બાદ જામનગર મેયર ઇલેવનના ધવલ નંદાએ માત્ર ૪૦ બોલમાં ૭ ચોગ્ગા અને ૪ છગ્ગા ફટકારીને ૭૧ રન બનાવ્યા હતાં, એ જ રીતે ધર્મરાજસિંહ જાડેજાએ માત્ર ૧૭ બોલમાં ૫ ચોકકા અને એક છગ્ગા એટલે કે ૨૧૭.૬૫ની સ્ટ્રાઇક રેટ સાથે બેટીંગ કરી હતી, કેતન નાખવાએ પણ ૧૯ બોલમાં ૩૦ રન ઝુડીને વડોદરાના બોલરોની હાલત ખરાબ કરી નાખી હતી. આસાન વિજય સાથે જામનગરની મેયર ઇલેવન સેમીફાઇનલમાં પહોંચી ગઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech