ચડ્ડી બનીયાનધારી ગેંગના મુખ્ય સૂત્રધારને જામનગર પોલીસે ઝડપ્યો

  • June 12, 2023 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધાડ લૂંટના ગુનામાં ૧૧ વર્ષથી હતો વોન્ટેડ

 સુરતના ધાડ લૂંટના ગુનામાં ૧૧ વર્ષથી વોન્ટેડ એવા કુખ્યાત ચડ્ડી બનીયાન ધારી ગેંગના વડોદરા ના મુખ્ય સૂત્રધારને જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડ ની ટીમે ઝડપી લીધો છે. જે આરોપી સામે સુરત પોલીસે ૩૦ હજાર રૂપિયા નું ઇનામ પણ જાહેર કર્યું હતું.
 વડોદરાની કુખ્યાત  ચડ્ડી બનીયાનધારી ગેંગના મુખ્ય સૂત્રધારને સુરતના ધાડ ગુનામાં વોન્ટેડ જાહેર કરાયા પછી છેલ્લા ૧૧ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને જામનગરની પેરોલ ફર્લો ટીમ દ્વારા વડોદરાના ગરાડી ગામમાંથી ઝડપી લીધો છે, અને સુરત પોલીસને સુપ્રત કર્યો છે. જેની સામે ૩૦,૦૦૦ નું ઇનામ પણ જાહેર કરાવી હતું.
 સુરતના ચોર્યાસી તાલુકાના અરવાસા ગામે ૧૧ વર્ષ પહેલાં મોડીરાત્રીના ચડ્ડી બનીયાનધારી ગેંગ ના સભ્યોએ લૂંટના ઇરાદાથી ધાડ પાડીને ગ્રામજનોને બાનમાં લીધા હતા, અને લોકોને ભયમાં મૂકી લાકડાના ફટકાઓ મારીને એક ઘરમાંથી રોકડ તથા સોનાના દાગીના મળી રૂપિયા ૪.૬૫ લાખની લૂંટ ચલાવી હતી.
 તેમજ ૨૦૧૪ માં બીજા ગુનામાં લૂંટ કરવાના ઇરાદે ધાડ પાડીને રૂપિયા ૩૬,૦૦૦ની લૂંટ ચલાવી હતી, જેમાં કુખ્યાત ચડ્ડી બનીયાન ધારી ગેંગના મુખ્ય સૂત્રધાર ૧૧ વર્ષ થી વોન્ટેડ દસરિયા ઉર્ફે ધારીયો નાન્ટાભાઈ રાઠવા  (રહેવાસી એમ.પી. રાજ્ય અલીરાજપુર જિલ્લાના સોંઢવા તાલુકાનું અંબુજા ગામ) કે જે ૧૧ વર્ષથી પોલીસને થાપ આપીને નાસ્તો ફરતો હતો, અને સુરત પોલીસ દ્વારા તેના ઉપર રૂપિયા ૩૦,૦૦૦ નું ઇનામ પણ જાહેર કરાયું હતું.
 જે શખ્સ હાલ વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના ગરાડી ગામે સંતાયો છે, તેવી બાતમી જામનગર પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એલ.જે. મિયાત્રા તથા સ્ટાફના ગોવિંદભાઇ ભરવાડ, સલીમ નોયડા, ભરત ડાંગર, કાસમ બ્લોચ, અરવિંદગીરી ગોસાઇને મળી હતી જેના આધારે જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડ ની ટીમેં વડોદરા પહોંચી ગયા પછી દરોડો પાડી આરોપીને ઝડપી લીધો છે, અને સુરત પોલીસને  સુપ્રત કરી દીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application