જામનગર કસ્ટમ્સ સુપ્રી. અને વચેટીયાની અટક કરતી સીબીઆઇ

  • September 15, 2023 10:52 AM 

મુંદ્રામાં એકઝામીનના પોસ્ટીંગમાં કિલયર કરેલા ક્ધટેનરના હિસાબની ઉઘરાણીનો મામલો : વચેટીયાએ બે લાખની રકમ સ્વીકારીને અધિકારીને ક્ધફર્મેશનનો ફોન કર્યો : કોલ રેકોડીંગના આધારે કાર્યવાહી

મુંદ્રા કસ્ટમના પોસ્ટીંગ દરમ્યાન જુદા જુદા સીએફએસના પોસ્ટીંગમાં પાર્ટીઓના કલીયર કરેલ ક્ધટેનરો પર નકકી કરવામાં આવેલ સ્પીડમનીની રકમ કસ્ટમ સુપ્રી. વતી ઉઘરાણી કરતા વચેટીયાને ા. બે લાખની રકમ સાથે સીબીઆઇએ મુંદ્રામાંથી પકડી લીધો હતો, દરમ્યાન મુંદ્રાથી જામનગર કસ્ટમ સુપ્રી. તરીકે આવેલા અધિકારીને પણ મોડી રાત્રે અટકાયત કરવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
ગત વર્ષમાં મુંદ્રા કસ્ટમના ડોક એકઝામીન સેકશનમાં ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા અધિકારીએ જુદા જુદા સીએફએસમાં પોસ્ટીંગ દરમ્યાન કિલયર કરેલા ક્ધટેનર પર નકકી કરવામાં આવેલી સ્પીડમનીની રકમ મેળવે એ પહેલા તેમને પ્રમોશન આપીને મુંદ્રાથી જામનગર કસ્ટમ સુપ્રી તરીકે બદલી કરવામાં આવી હતી.
મુંદ્રાના એક સીએફએસમાં એક પાર્ટીના ક્ધટેનરો પણ આવતા હતા, જે ક્ધટેનરનું કિલયરન્સ આ ઇન્સ્પેકટર અને હાલના સુપ્રી. દ્વારા કરવામાં આવ્યુ હતું, પાર્ટી દ્વારા બદલી પામેલા અધિકારીને નકકી કરેલી સ્પીડ મની અને બાકી રહેતી રકમ આપવામાં આવી ન હતી, આથી સુપ્રી. દ્વારા પાર્ટીના વેપારીઓને ફોન કરવામાં આવતા હતા અને હિસાબ પેટે નીકળતા 7 લાખ આપવા હેરાનગતી શ કરી હતી અને આ કામ માટે એક વચેટીયાને મુંદ્રા ખાતે રાખવામાં આવ્યો હતો.
એ પછી પાર્ટી દ્વારા સીબીઆઇ ગાંધીનગરમાં આ મામલે રજુઆત-ફરીયાદ કરવામાં આવી હતી, આથી સીબીઆઇ દ્વારા કોલ રેકોર્ડીંગ સહિતની વિગતો એકત્ર કરી કાર્યવાહીને આગળ ધપાવી હતી, દરમ્યાન વચેટીયો ા. બે લાખની રકમ સ્વીકારતા સીબીઆઇના સકંજામાં આવ્યો હતો અને રકમ મળી ગયાનો ફોન જામનગર કસ્ટમ ખાતેના સુપ્રીને કરીને ક્ધફર્મેશન આપ્યુ હતું આથી સીબીઆઇની અન્ય એક ટીમે આ દિશામાં મોડે સુધી કાર્યવાહીનો ધમધમાટ આદરીને જામનગર કસ્ટમ અધિકારીની પણ અટકાયત કરી લેવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application