ગઈકાલે નાણામંત્રી નિર્મલા સીતારામનએ ૭ મી વખત બજેટ રજૂ કર્યું. જેમાં મુખ્યતઃ ખેડૂતો, મહિલાઓ, યુવાઓ, અને મઘ્યમવર્ગ ને ખાસ ધ્યાને રાખવામાં આવેલ છે. વૈસવિક સ્તરે અર્થતંત્ર નબળા પડ્યા હોવા છતાં ભારત નું અર્થતંત્ર વધુ મજબૂત બની રહ્યું છે.
નોકરિયાત માટે ખાસ પ્રથમ પગાર તથા ચાર વર્ષ માટે પ્રોવિડન્ટ ફંડ માં સહાય, રિયલ એસ્ટેટ, ગોલ્ડ, બોન્ડ્સ ઉપર કેપિટલ ગેઈન્સ ઇન્દેક્સેસન નાબૂદ, આયાતી મોબાઈલ, સોનું, ચાંદી, કેન્સર ની દવાઓના ભાવ ઘટે તેવી ડ્યુટી નીતિ અમલીકરણ, ટેકસ સ્લેબ બદલતા કરદાતા ને ૧૭,૫૦૦ નો ફાયદો, મહિલાઓ માટે ત્રણ લાખ કરોડથી વધુ ની યોજનાઓ, સ્પેસ સેકટર માટે ૧૦૦૦ કરોડ, યુવાઓ માટે ૨ લાખ કરોડ નો ખર્ચ, ૪.૧ કરોડ યુવાઓ ને રોજગારી નું લક્ષ્ય, શહેરી મકાનો માટે ૨.૨ લાખ કરોડ રૂપિયા ની ફાળવણી, સહિત કૃષિ ઉત્પાદકતા, આત્મનિર્ભર, રોજગારી અને કૌસલ્ય, માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય, મેન્યુંફેકચરિંગ અને સરવિસીઝ, શહેરી વિકાસ, ઊર્જા સુરક્ષા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હાઉસિંગ જરૂરિયાત, નેકટ જેન રિફોરમ, પર્યટન સહિત ની બાબતો ને પ્રાથમિકતા આપવાના આવી છે. જેમાં મહિલાઓ, યુવાનો, ખેડૂતો લક્ષી સર્વાંગી બજેટ રજૂ કરવામાં આવેલ, જે દેશ ના અર્થતંત્ર ને મજબૂતી પ્રદાન કરશે, તથા અનુમાંનીત ૧૦.૨% નો જી.ડી.પી વૃદ્ધિ પ્રદાન કરશે.
ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, સાંસદ પૂનમબેન માડમ, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટું, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા, મેયર વિનોદ ખિમસુરિયા, ડે મેયર ક્રિષ્ના બેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, સાસક પક્ષ નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા, શિક્ષણ સમિતિ ચેરમેન મનીષ કનખરા, પૂર્વ પ્રમુખો હસમુખભાઇ હિડોચા, નિલેશ ઉદાણી, હિતેનભાઈ ભટ્ટ, અશોક નંદા, મુકેશ દાસાણી, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ મેયરો, શહેર સંગઠન ના હોદેદારો, કોર્પોરેટર શ્રિઓ, શિક્ષણ સમિતિના સભ્યો, મોરચાના હોદેદારો, વોર્ડ પ્રભારી શ્રિયો, વોર્ડ સમિતિના પદાધિકારીઓ, પેઈજ પ્રમુખો, સહિત કાર્યકર્તાઓ એ આ બજેટ ને આવકારેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech