જામજોધપુર કોંગ્રેસ દ્વારા બંધારણ દિવસની ઉજવણી

  • November 27, 2024 11:13 AM 

જામજોધપુર કોંગ્રેસ દ્વારા તા. 26-11 ના ભારત દેશનું વિશ્વ પ્રસિદ્ધ માનવતાવાદી બંધારણ અમલમાં આવ્યું અને બંધારણ દિવસ હોય જેથી જામજોધપુર મુકામે બંધારણનું પૂજન કરવામાં આવ્યું તેમજ બંધારણ વિશે તેની ઓળખ અંગેનું પ્રવચન આપવામાં આવ્યું  હતું ત્યારબાદ શહેર કોંગ્રસ પ્રમુખ જમન ભાઈ કંટારીયા તાલુકા કોંગ્રેસ લીગલ સેલના પ્રમુખ હરેન્દ્ર રાબડીયા તાલુકા કોંગ્રેસ સમિતી ઉપપ્રમુખ પ્રવિણ રાઠોડ તાલુકા મહામંત્રી સુરેશ ભાઈ દઢાણીયા શહેર કોંગ્રેસ સમિતી સદસ્ય પ્રકાશ વ્યાસ સહિત કોંગ્રેસના તમામ કાર્યકરો દ્વારા બંધારણનું પૂજન કરવામાં આવ્યું તેમજ બાબા સાહેબને શ્રદ્ધા સુમન આપવામાં આવ્યા.અને બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application