તાજેતરમાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ૧૦ વર્ષ જુના આધારકાર્ડ અપડેટ કરાવવાનું ફરજિયાત બનાવવામાં આવતા રાજકોટ મહાપાલિકાની મુખ્ય કચેરી, ઝોનલ કચેરીઓ અને તમામ ૧૮ વોર્ડની વોર્ડ ઓફીસોમાં આધારકાર્ડ અપડેટ કરાવવા માટે અરજદારોનો ધસારો વધ્યો છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના આધાર વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આધારની વિવિધ સેવા અને કાર્યને લગતી ફીના દરમાં તા.૧ ઓક્ટોબરથી વધારો કરવામાં આવ્યો છે તેનો અમલ શરૂ થયો છે. ૧૦ વર્ષ જુના આધારમાં અન્ય કોઇ ફેરફાર, સુધારા વધારા કે ઉમેરા ન હોય તો પણ બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવું ફરજિયાત છે.
તા.૧ ઓક્ટોબરથી અમલી આધારના નવા ચાર્જીસ
ક્રમ---સેવા-કાર્ય પ્રકાર----જુના દર---નવા દર
૧.નવું આધાર (શૂન્ય-પાંચ વર્ષ) ફ્રી ફ્રી
૨.નવું આધાર (પાંચ વર્ષથી વધુ) ફ્રી ફ્રી
૩.બાયોમેટ્રિક અપડેટ (પાંચ થી ૧૭ વર્ષ) ફ્રી ફ્રી
૪.બાયોમેટ્રિક અપડેટ (૧૭ વર્ષથી વધુ) ૧૦૦ ૧૨૫
૫.અન્ય અપડેટ (ડેમોગ્રાફિક સાથે અથવા વિના) ૧૦૦ ૧૨૫
૬.ડેમોગ્રાફિક અપડેટ (નામ, સરનામું વગેરે બદલવા) ૫૦ ૭૫
૭.દસ્તાવેજ અપડેટ (નિવાસ/ઓળખ) કેન્દ્ર ઉપર ૫૦ ૭૫
૮.દસ્તાવેજ અપડેટ (નિવાસ/ઓળખ) ઑનલાઇન ૫૦ ૭૫
૯.આધાર શોધ અને કલર પ્રિન્ટ (એ-૪ શીટ) ૩૦ ૪૦