ગુજરાત અને દેશમાં ચકચાર જગાવનાર ખ્યાતિ હોસ્પિટલ કાંડે સરકારને કલંકિત કરી છે તો તેની સામે સરકાર કાયદાકીય રાહે પગલાં લઈ રહી છે. રાયમાં ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે પીએમજેએ વાય યોજના હેઠળ મેડિકલ કેમ્પ યોજતા પહેલા રાય સરકારની મંજૂરી લેવી પડશે કેમ્પના સ્થળે આરોગ્ય વિભાગના અધિકારીને હાજર રાખવા પડશે આ ઉપરાંત જો આ નિયમોનો ભગં કોઈપણ હોસ્પિટલ કરશે તો તે હોસ્પિટલને બ્લેક લિસ્ટેડ કરવા સુધીના આકરા પગલાં લેવા સરકારે નિર્ણય લઈ લીધો છે
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું પીએમજેએવાય યોજના થકી પૈસા પડાવવાનું કૌભાંડ બહાર આવ્યા બાદ મેડિકલ કેમ્પ થકી દર્દીઓને હોસ્પિટલ સુધી ખેંચી લાવવાના આયોજનનો છેદ જ ઉડી જાય તેવી ખાનગી હોસ્પિટલો માટેની એસઓપી આરોગ્ય વિભાગે જાહેર કરી છે. જેમાં પીએમજેવાય સાથે સંકળાયેલી ખાનગી હોસ્પિટલ કયા પ્રકારના રોગોનો મેડિકલ કેમ્પમાં સમાવેશ કરી શકશે અને નહીં કરી શકે તે સ્પષ્ટ્ર કયુ છે. તે સાથે મેડિકલ કેમ્પ યોજાશે તેમાં જિલ્લ ા કે તાલુકા કક્ષાના આરોગ્ય વિભાગના અધિકારી ફરજિયાત હાજર રહેશે. એસઓપીનો ભગં કરીને મેડિકલ કેમ્પ યોજનારી હોસ્પિટલને પીએમજેવાય બ્લેકલિસ્ટ કરાશે. કેમ્પમાં દર્દી પાસે આયુષ્યમાન કાર્ડની વિગતો માગી શકાશે નહીં.
જરિયાતમદં દર્દીઓને નિ:શુલ્ક સારવાર આપતી સરકારની પીએમજેવાય જેવી ઉદાર યોજનાને ખ્યાતિ હોસ્પિટલના તબીબોએ ટાર્ગેટ કરી બિનજરી જીવલેણ ઓપરેશન કર્યા બાદ આરોગ્ય વિભાગ ભવિષ્યમાં યોજનાનો કોઇપણ રીતે ગેરલાભ લઇ ન શકાય તે રીતે સકંજો કસી રહી છે. જેમાં દર્દીઓને હોસ્પિટલ સુધી ઓપરેશન માટે ખેંચી લાવવાના મૂળ સમાન મેડિકલ કેમ્પ યોજાય તે માટે સ્થાનિક તંત્રની મંજૂરી તો લેવી પડશે. તે સાથે જોઇન્ટ રિપ્લેસમેન્ટ જેવા સર્જરી ટાઇપની બીમારીનો કેમ્પમાં સમાવેશ કરી શકાશે નહીં. તેની સામે નેશનલ હેલ્થ પ્રોગ્રામ દ્રારા નિયત કરાયેલા બિનચેપી રોગ, મોતિયો, અંધત્વની સારવાર વગેરેનો મેડિકલ કેમ્પમાં સમાવેશ કરી શકાશે. કેમ્પ યોયા પછી તેના આયોજકોએ લાઇન ઓફ ટ્રીટમેન્ટની વિગતો જિલ્લ ા આરોગ્ય અધિકારીને પણ આપવી પડશે. તેના કારણે દર્દીઓને બીમારી અને આગામી સારવારમાં શેની જર પડી શકે છે તેની જાણકારી મળી શકશે. જેથી કોઇ ખાનગી હોસ્પિટલ પીએમજેવાય યોજનાનો ગેરલાભ ઉઠાવી રહી છે કે નહીં તેનું પણ મોનિટરિંગ કરી શકાશે.
મેડિકલ કેમ્પની સ્થાનિક આરોગ્ય ઓથોટિરીને જાણ કરવી પડશે તે પછી સ્થાનિક તાલુકા કે જિલ્લ ા કક્ષાના આરોગ્ય વિભાગના અધિકારી કે સિનિયર કર્મચારીએ મેડિકલ કેમ્પમાં ફરજિયાત હાજરી આપવી પડશે. જેઓ કેમ્પની કામગીરી ઉપર નજર રાખશે. કેમ્પ બાદ દર્દીઓને કેવી સારવારની જર પડશે તેની વિગતો પણ જિલ્લ ા આરોગ્ય અધિકારીને આપવી પડશે.
પીએમજેવાય સાથે સંકળાયેલી ખાનગી હોસ્પિટલો મેડિકલ કેમ્પ યોજી શકશે, પરંતુ જે દર્દીનું તેમાં સ્ક્રીનિંગ કરાશે તેમની પાસેથી આયુષ્યમાન કાર્ડની વિગતો માગી શકશે નહીં. એટલું જ નહીં, દર્દીને કોઇપણ રીતે હોસ્પિટલના આયોજકો કે તબીબો દબાણ કે લાલચ આપીને તેમની હોસ્પિટલમાં આવવા પ્રોત્સાહિત કરી શકાશે નહીં તેવી જોગવાઇ પણ એસઓપીમાં કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોવામાં પ્રવાસીઓની બોટ પલટી, એકનું મોત, 20 ઘાયલ
December 25, 2024 09:42 PMકાંકરિયા કાર્નિવલ 2024: કલાકારોની રમઝટ સાથે મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ
December 25, 2024 09:40 PMઝઘડિયાની દુષ્કર્મ પીડીતા દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે જામનગર આપ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી
December 25, 2024 06:37 PMઅતિવૃષ્ટિ બાદ પાક સહાયમાં વંચિત લાલપુર પંથકના ખેડૂતોએ TDO ને આપ્યું આવેદન
December 25, 2024 06:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech