હિઝબુલ્લાના ચીફ નસરાલ્લાહની હત્યા કયર્િ બાદ હવે ઇઝરાયલી સેના લેબેનોનમાં ઘુસી ગઈ છે. ઈઝરાયલે આ ગ્રાઉન્ડ ઓપરેશન દક્ષિણ લેબનોનમાં ઈઝરાયેલના સમય અનુસાર રાત્રે 10 વાગ્યે પ્રવેશ કરીને શરૂ કર્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લેબેનીઝ આર્મીને બોર્ડર પરથી 5 કિમી દૂર ખસી જવાનો આદેશ આપવામાં આવ્યો છે. અમેરિકાએ હિઝબુલ્લાહ વિરુદ્ધ ઈઝરાયેલની જમીની કાર્યવાહીને સમર્થન આપ્યું હતું.
ઇઝરાયેલી સેનાએ લેબનોનમાં જમીની હુમલો શરૂ કર્યો છે. ઇઝરાયલી સેના દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આઈડીએફ સોમવાર-મંગળવારની રાત્રે લેબનોનમાં પ્રવેશ્યું હતું. આ જમીની હુમલો ઉત્તરી સરહદ પાસે સ્થિત લેબનીઝ ગામો પર કરવામાં આવ્યો છે. ઈઝરાયેલે કહ્યું છે કે હિઝબુલ્લાહના આતંકવાદીઓ તેનો ઉપયોગ ઉત્તર ઈઝરાયેલમાં હુમલો કરવા માટે કરે છે. લેબનોનમાં શરૂ થયેલ ગ્રાઉન્ડ ઓપરેશન સચોટ ગુપ્ત માહિતીના આધારે હાથ ધરવામાં આવી રહ્યું છે.
આઈડીએફ એ જણાવ્યું હતું કે ઇઝરાયેલની એરફોર્સ અને આઈડીએફ આર્ટિલરી આ વિસ્તારમાં સૈન્ય પર હુમલાઓ સાથે જમીન દળોને સમર્થન આપી રહી છે. આ કામગીરી રાજકીય નિર્ણયના કારણે હાથ ધરવામાં આવી રહી છે. આઈડીએફ નું કહેવું છે કે યુદ્ધના લક્ષ્યને હાંસલ કરવા માટે અમારું કામ ચાલુ રાખીશું. આ ઉપરાંત ઇઝરાયલ તેના નાગરિકોની સુરક્ષા અને ઉત્તર ઇઝરાયલના નાગરિકોની રક્ષા કરવાના શક્ય તમામ પ્રયાસ કરી રહ્યું છે.
મિડલ ઇસ્ટમાં સતત બગડતી પરિસ્થિતિ વચ્ચે, રશિયાના વડા પ્રધાન મિખાઇલ મિશુસ્ટિન તેહરાનમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનને મળ્યા હતા. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે એવા સંકેતો મળી રહ્યા છે કે ઈઝરાયલ લેબનોનમાં સૈનિકો મોકલવાની તૈયારીમાં છે. જોકે, રશિયાએ સોમવારે નસરાલ્લાહની હત્યાની નિંદા કરી અને કહ્યું કે અમને મિડલ ઇસ્ટમાં મોટા યુદ્ધની આશંકા છે.
ઇઝરાયલી ટેન્કને જોઇને લેબનીઝ સેનાએ પીછેહઠ કરી
ઇઝરાયલે લેબનોનની ઉત્તરી સરહદે આવેલા અનેક ગામો પર હુમલો કર્યો છે. આ ગામોમાં ઈઝરાયેલની ટેન્ક ઘુસી ગઈ છે. જમીની હુમલાની અપેક્ષાએ, લેબનીઝ સેના પીછેહઠ કરી હતી. મળતી માહિતી અનુસાર, લેબનીઝ સેનાએ ગઈકાલે રાત્રે 9 વાગ્યાની આસપાસ દક્ષિણ લેબનોનમાં તેની ઘણી જગ્યાઓથી પીછેહઠ શરૂ કરી દીધી હતી. જમીન પર હુમલો શરૂ થયો તે પહેલાં, આઈડીએફ પ્રવક્તા અવિચાઈ અદ્રાઈએ અરબીમાં એક નિવેદન જારી કરીને લોકોને સ્થળાંતર કરવાની ચેતવણી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech