ઈઝરાયેલે ઈરાન પર મિસાઈલો છોડી

  • April 19, 2024 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે. રવિવારે વહેલી સવારે ઈરાન દ્વારા મિસાઈલ અને ડ્રોન વડે ઈઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે ઈઝરાયેલે આનો વળતો જડબાતોડ જવાબ આપ્યો છે. ઈઝરાયેલે ઈરાન પર મિસાઈલ છોડી છે. જેના કારણે ઈરાન એલર્ટ થઈ ગયું છે. તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર, ઈઝરાયેલની મિસાઈલો ઈરાનના ટાર્ગેટ પર પહોંચી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સીરિયા અને ઈરાકમાં પણ હુમલા કરવામાં આવ્યા હતા. જો કે અમેરિકન અધિકારીઓ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.પરંતુ ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે સીરિયાના અસ-સુવેદા ગવર્નરેટ અને ઇરાકના બગદાદ વિસ્તાર અને બાબિલ ગવર્નરેટમાં જોરદાર વિસ્ફોટો સાંભળવામાં આવ્યા છે.હુમલા બાદ ઈરાને તેની એરસ્પેસ બંધ કરી દીધી છે. ઈરાની સોશિયલ મીડિયા પર પોસ્ટ  કરાયેલા ફૂટેજમાં ઈમામ ખોમેની ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જાહેરાત કરવામાં આવી રહી છે, જેમાં મુસાફરોને કહેવામાં આવ્યું છે કે તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. મુસાફરોને એરપોર્ટ છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય તેહરાન આવતા વિમાનોને પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. સરકારી ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, ઈસ્ફહાન શહેર નજીક વિસ્ફોટ બાદ ઈરાનની એર ડિફેન્સ બેટરી સક્રિય થઈ ગઈ હતી.હજુ એ સ્પષ્ટ નથી થયું કે ઈઝરાયેલ સતત હુમલા કરી રહ્યું છે કે નહીં. જો કે ઈરાનના ઈઝરાયેલ પર હુમલા બાદથી સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમા પર છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયલે ઈરાનના સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે, જ્યાં તેની પાસે ડ્રોન અને મિસાઈલોનો ભંડાર છે.ઈસ્ફહાન શહેરના ઉત્તર-પશ્ચિમ ભાગમાં ફાઈટર જેટ સ્થિત લશ્કરી મથકની નજીક ત્રણ વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા.


ખામેનીને જન્મદિવસની ભેટ!
ઈઝરાયેલે ઈરાન પર આ હુમલાની તારીખ ખૂબ જ સમજી વિચારીને પસંદ કરી છે. વાસ્તવમાં, 19 એપ્રિલે ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીનો 85મો જન્મદિવસ છે. ખામેની 1989થી ઈરાનના સર્વોચ્ચ નેતા છે. તેઓ મધ્ય પૂર્વમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર શાસક છે. હુમલા દરમિયાન સંભળાયેલા વિસ્ફોટો અંગે કહેવામાં આવી રહ્યું છે કે ઈરાન દ્વારા ઈઝરાયેલની મિસાઈલોને હવામાં નષ્ટ કરવામાં આવી હતી, જેના કારણે આ વિસ્ફોટ સંભળાયો હતો. એક પણ મિસાઈલ જમીન પર પડી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application