ઇશાન કિશન આ એક ભૂલથી મેદાનની બહાર, આઉટ થવાનું કારણ ખૂબ જ ખરાબ...

  • August 21, 2024 04:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈશાન કિશન હાલમાં ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે. ઈશાન બુચી બાબુ ટૂર્નામેન્ટમાં ઝારખંડની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ ટૂર્નામેન્ટની પહેલી જ મેચમાં ઈશાન કિશને શાનદાર સદી ફટકારી હતી. ત્યારબાદ તેની ટીમને જોરદાર જીત મળી હતી. પરંતુ બીજી જ મેચમાં ઈશાન કિશને તે ભૂલ કરી જેના માટે તે ઘણીવાર ટ્રોલ થાય છે. હૈદરાબાદ સામેની મેચમાં ઇશાન કિશન માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો અને તેના આઉટ થવાનું કારણ ખૂબ જ ખરાબ શોટ હતો.


ઈશાન કિશને હૈદરાબાદ સામે 11 બોલમાં એક રન બનાવ્યો હતો. ફ્લોપ થવું એ કોઈ મોટી સમસ્યા નથી, આવું દરેક ખેલાડી સાથે થાય છે. પરંતુ કિશને જે રીતે તેની વિકેટ ગુમાવી તે આશ્ચર્યજનક છે. તનય થિયાગરાજનના બોલ પર ઈશાન કિશન પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. ઈશાને આ ખેલાડીના બોલ પર સ્વીપ સ્લોગ શોટ રમીને વિરોધીને પોતાની વિકેટ ભેટમાં આપી હતી. અહીં મોટી વાત એ છે કે ઈશાન કિશને આ શોટ ત્યારે રમ્યો જ્યારે તેની ટીમ પહેલા જ પાંચ વિકેટ ગુમાવી ચૂકી હતી. ઈશાન માટે આ ટૂર્નામેન્ટ ઘણી મહત્વની છે. જો તે આ ટૂર્નામેન્ટમાં રન બનાવશે તો તે આવતા મહિને બાંગ્લાદેશ સામેની ટી-20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application