મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને ૧ મહિનાથી પણ વધુ સમય વીતી ગયો છે. આ યુદ્ધમાં સેંકડો લોકોના મોત થયા છે યારે હજારો કરોડનો ખર્ચ પણ થઈ રહ્યો છે. સાથે સાથે ઓઈલ સંકટના કારણે વિશ્વના અનેક દેશોની અર્થવ્યવસ્થા પર પણ અસર પડી રહી છે. એવામાં હવે અમેરિકાએ સંકેત આપ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધનો બોજ હવે ખાડી દેશો પર નાંખશે. ખાડી દેશો પાસેથી યુદ્ધના પૈસા વસૂલવામાં આવશે. પ્રેસ બ્રીફિંગ દરમિયાન વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું કહ્યું છે કે, રાષ્ટ્ર્રપ્રમુખ ટ્રમ્પના મનમાં આ વિચાર છે અને ટૂંક સમયમાં જ આ અંગે વધુ માહિતી આપવામાં આવશે. જોકે, આ અંગેનો સત્તાવાર પ્લાન હજુ જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ ટ્રમ્પની અગાઉની નીતિઓ જોતા આ શકયતા પ્રબળ જણાય છે