BREAKING NEWS

જામનગરમાં ઝડપાઇ ગાંજાની આંતરરાજય હેરફેર: એસઓજીનું ઓપરેશન

  • January 10, 2026 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના મોટી ખાવડી વિસ્તારમાં ગાંજાના જથ્થા સાથે એક બિહારી શખ્સને એસઓજીની ટુકડીએ પકડી લીધો હતો તેની પાસેથી ૩.૮૦૦ ગ્રામ માદક પદાર્થ કબ્જે કરવામાં આવ્યો હતો, તપાસ દરમ્યાન બે શખ્સની સંડોવણી ખુલી હતી જે પૈકી એકને દબોચી લેવામાં આવ્યો હતો.


જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીએ જીલ્લામાં યુવાધન નશાના કારોબારના કારણે બરબાદ થતુ હોય આથી નશાકારક પદાર્થ શહેરમાં અટકાવવા તથા ચાલતી અસામાજીક પ્રવૃતી કરતા ઇસમો વિરુઘ્ધ અસરકારક કાર્યવાહી કરવા નશાખોરી રોકવા, નો ડ્રગ્સ ઇન જામનગર અભિયાન શરૂ કરવા સુચના કરી હતી. જે અનુસંધાને એસઓજી દ્વારા ઝુંબેશ હાથ ધરીને આ દિશામાં તપાસ હાથ ધરી હતી.


નશાખોરો નવા નવા નુસખાઓ અપનાવતા હોય વેચવા માંગતા હોય જેથી એસઓજી પીઆઇ બી.એન. ચૌધરી તથા પીએસઆઇ એલ.એમ.ઝેરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન એસઓજીના બળભદ્રસિંહ, વિરેન્દ્રસિંહ, મયુરરાજસિંહને બાતમી મળેલ કે બિહારનો મંજય ભાગરીત મહંતો મોટી ખાવડી પેટ્રોલપંપની સામે મચ્છી માર્કેટ પાસે ગાંજો આપવા માટે આવનાર છે.

​​​​​​​


જે હકીકત આધારે વોચમાં રહી આવેલા શખ્સને ૩ કીલો ૮૦૦ ગ્રામ ગાંજો કિ. ૧.૯૦ લાખ, ૧ મોબાઇલ, વજન કાંટો વિગેરે મળી ૧.૯૧.૨૫૦ના મુદામાલ સાથે પકડી લીધો હતો. બિહારના ચંપારણ (ઇસ્ટ) ભેડીહારી ગામના મંજય ભાગરીત મહંતો વિરુઘ્ધ મેઘપર પોલીસમાં એનડીપીએસ એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી અને ગાંજા બાબતે વધુ પુછપરછ કરતા અન્યની સંડોવણી સામે આવી હતી આથી તપાસ લંબાવવામાં આવી હતી. 


દરમ્યાનમાં એસઓજી સ્ટાફના વિજયભાઇ, જયેશભાઇ, ધર્મેન્દ્રભાઇ દ્વારા બાતમી આધારે એનડીપીએસ એકટના ગુનો દાખલ થયેલ હોય જેમા આરોપી મંજય મહંતોના કબ્જામાંથી ગાંજો પકડાયેલ આ ગાંજો મહમદ ફૈઝલ તથા નવીન ચૌહાણને પુરો પાડવાનો હોય એવી વિગતો ખુલી હતી બંને આરોપી બાબતે બાતમી મળતા પડાણા તલાવડી વિસ્તારમાંથી મહમદ ફૈઝલને પકડી લીધો હતો પુછપરછ કરતા હાલ મોટી ખાવડી મુળ છતવન ગામ કેવડી થાના બિહાર મહમદ ફૈઝલ મુર્તુઝા અનસારી હોવાની વિગતો સામે આવી હતી જેથી આગળની કાર્યવાહી માટે મેઘપર પડાણા પોલીસને સોપી આપ્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application