પાકિસ્તાનમાં આજે ચુંટણી પર્વ યોજાઈ રહ્યું છે અને મતદાન શ થયુ છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં ૧૨.૮૫ કરોડ મતદારો નવી સરકારને ચૂંટશે. આ ચૂંટણીમાં ૫૧૨૧ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. સામાન્ય ચૂંટણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.બીની તરફ ઇસ્લામાબાદ સહીત દેશભરમાં ઈન્ટરનેટ સેવા ખોરવાઈ છે.
મતદાન સાંજે ૫:૩૦ કલાકે મતદાન પૂર્ણ થશે. ૫૧૨૧ ઉમેદવારોમાં ૪,૮૦૬ પુષો, ૩૧૨ મહિલાઓ અને બે ટ્રાન્સજેન્ડર ઉમેદવારો છે.આ માટે ત્રણ પક્ષો પીટીઆઈ, પીએમએન –એલ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી વચ્ચે જોરદાર સ્પર્ધા છે.
સામાન્ય ચૂંટણી માટે ૯,૦૭,૬૭૫ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સાડા છ લાખ સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં નવાઝ શરીફની નજર રેકોર્ડ ચોથી વખત વડાપ્રધાન બનવા પર હશે. તે જ સમયે, બિલાવલ ભુટ્ટો–ઝરદારી પીપીપી તરફથી વડાપ્રધાન પદનો ચહેરો છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું જેલમાં બધં ઈમરાન ખાન નવાઝ શરીફને હરાવી શકશે? આ ચૂંટણીમાં ૧૨.૮૫ કરોડથી વધુ નોંધાયેલા મતદારો મતદાન કરશે. આ માટે પાકિસ્તાનના ચૂંટણી પંચે દેશભરમાં ૯,૦૭,૬૭૫ મતદાન મથકોની સ્થાપના કરી છે. તે જ સમયે, ૪૪,૦૦૦ મતદાન મથકો સામાન્ય છે યારે ૨૯,૯૮૫ સંવેદનશીલ અને ૧૬,૭૬૬ અતિસંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.
કેટલી બેઠકો પર થશે મતદાન?
પાકિસ્તાન નેશનલ એસેમ્બલીમાં કુલ ૩૩૬ સીટો છે, જેમાંથી માત્ર ૨૬૬ સીટો પર જ વોટિંગ થાય છે. બહત્પમતીનો આંકડો ૧૬૯ છે. ૬૦ બેઠકો મહિલાઓ માટે અને ૧૦ બેઠકો બિન–મુસ્લિમો માટે અનામત છે. પંજાબ પ્રાંતમાં સૌથી વધુ ૧૪૧ બેઠકો છે, સિંધમાં ૬૧ બેઠકો છે, ખૈબર પખ્તુનખ્વામાં ૪૫ બેઠકો છે, બલૂચિસ્તાનમાં ૧૬ બેઠકો છે અને ઈસ્લામાબાદમાં ત્રણ બેઠકો છે.
ઈમરાન ખાન જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે
ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા પીટીઆઈ ચીફ અને દેશના પૂર્વ પીએમ ઈમરાન ખાન હાલમાં જેલમાં છે. તેઓ જેલમાંથી જ ચૂંટણી લડી રહ્યા છે. એપ્રિલ ૨૦૨૨ પછી તે પાકિસ્તાનમાં સેના વિદ્ધ સતત અભિયાન ચલાવી રહ્યો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરથી તે સતત જેલમાં છે. ઈમરાન ખાન વિદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે. બીજી તરફ નવાઝ શરીફ છે જેઓ ત્રણ વખત પાકિસ્તાનના વડાપ્રધાન રહી ચૂકયા છે. ચાર વર્ષના વનવાસ બાદ ગયા વર્ષે તેઓ લંડનથી પાકિસ્તાન પરત ફર્યા હતા. તેની સામે પણ ઘણા કેસ નોંધાયેલા છે. અગાઉની સરકાર તેમના નાના ભાઈ શાહબાઝ શરીફ ચલાવતા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિવિલ વર્ષે ૨૦ લાખ, દર્દીઓ ૧૨ લાખ એજિલસ લેબોરેટરીને રિપોર્ટના ચૂકવે છે!
November 22, 2024 12:39 PMલોકપ્રિયતામાં આલિયા-દીપિકાનો ક્લાસ ગયો, સામંથા નંબર વન
November 22, 2024 12:22 PM'ધ સાબરમતી રિપોર્ટ'ના અભિનેતા વિક્રાંત મેસીએ ખોલી બોલીવુડની પોલ
November 22, 2024 12:21 PMજો તમને રજાઈમાં મોઢું ઢાંકીને સૂવાની આદત છે તો આજે જ છોડી દો, સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન
November 22, 2024 12:19 PMધૂમ 4 માં રણબીર કપૂરની એન્ટ્રી?
November 22, 2024 12:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech