સીબીઆઈએ સાયબર છેતરપિંડી કરનારાઓના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પદર્ફિાશ કર્યો છે અને 26 આરોપીઓની ધરપકડ કરી છે. અમેરિકાની હોમલેન્ડ સિક્યોરિટી ઇન્વેસ્ટિગેશન અને ઇન્ટરપોલની મદદથી કાર્યવાહી કરીને, સીબીઆઇએ પુણે, હૈદરાબાદ, અમદાવાદ અને વિશાખાપટ્ટનમમાં 32 સ્થળોએ દરોડા પાડ્યા. જેમાંથી 26ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્યની પૂછપરછ કરવામાં આવી રહી છે.
સીબીઆઈના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂણે, હૈદરાબાદ, અમદાવાદ અને વિશાખાપટ્ટનમમાં ચાર કંપ્નીઓ દ્વારા સંચાલિત કોલ સેન્ટરો દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે છેતરપિંડી કરવામાં આવી હતી અને મુખ્યત્વે અમેરિકન નાગરિકો તેનો ભોગ બન્યા હતા.
છેતરપિંડી કરવા માટે તેઓ લોકોનાના કોમ્પ્યુટર અથવા લેપટોપ્ની સિસ્ટમ હેક કરતા હતા અને તેમને વિશ્વાસ અપાવતા હતા કે તેનો અંગત ડેટા ચોરાયો છે તેના બેંક ખાતામાંથી મોટા પાયે વ્યવહારો કરવામાં આવ્યા છે.
એકવાર વ્યક્તિ ચુંગાલમાં ફસાઈ ગયા પછી, તેઓ તેને તેના પૈસાની સલામતીની ખાતરી આપતા હતા અને પૈસા તેના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવતા હતા. ઘણી વખત વ્યક્તિને આંતરરાષ્ટ્રીય ગિફ્ટ કાર્ડ અથવા ક્રિપ્ટો કરન્સીમાં પણ પૈસા આપવામાં આવ્યા હતા.
સીબીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે દરોડા દરમિયાન મોટી માત્રામાં મહત્વપૂર્ણ ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે. સીબીઆઈએ મોબાઈલ ફોન અને લેપટોપ જેવા કુલ 951 ડિજિટલ ઉપકરણો જપ્ત કયર્િ છે અને તેની તપાસ કરી રહી છે. આ સાથે 58.45 લાખ રૂપિયા રોકડા, અનેક લોકરની ચાવી અને ત્રણ લક્ઝરી કાર પણ મળી આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech