BREAKING NEWS

રાજકોટ પોલીસમાં આંતરિક બદલીઃ ક્રાઇમ બ્રાંચમાં પીઆઇ ચાવડા મૂકાયા, પીઆઇ ગોંડલીયાની PCBમાં બદલી કરાઈ

  • June 30, 2026 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા તાજેતરમાં મહત્વની બ્રાન્ચમાં પીએસઆઇની આંતરિક બદલી કર્યા બાદ એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી હતી. ત્યારે હવે મહત્વની બ્રાન્ચમાં ફરજ બજાવતા ત્રણ પીઆઇની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચમાં પીઆઇ તરીકે એ.એસ.ચાવડાની બદલી કરવામાં આવી છે. જ્યારે ક્રાઈમ બ્રાન્ચમાં પીઆઇ તરીકે ફરજ બજાવનાર એમ.આર.ગોંડલીયા જેઓ પીસીબીમાં ઇન્ચાર્જ પીઆઇ હોય તેમની બદલી પીસીબીમાં કરી દેવામાં આવી છે.


શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આજરોજ ત્રણ પીઆઇની આંતરિક બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં આર્થિક ગુના નિવારણ સેલમાં ફરજ બજાવનાર એ.એસ.ચાવડાની ડીસીબીમાં બદલી કરવામાં આવી છે. જ્યારે ડીસીબીમાં ફરજ બજાવતા પીઆઇ એમ.આર.ગોંડલીયાની પીસીબીમાં બદલી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ ડી.એમ.હરીપરાની આર્થિક ગુના નિવારણ સેલમાં બદલી કરવામાં આવી છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પૂર્વે જ પોલીસ કમિશનર દ્વારા પીએસઆઇની બદલીઓ કરવામાં આવી હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચમાંથી પીએસઆઇ એસ.વી.ચુડાસમા એલસીબી ઝોન-૨ અને આર.કે. ગોહિલની એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ બદલી કરવામાં આવી હતી. જયારે ક્રાઈમ બ્રાન્ચમાં પીએસઆઇ એસ.એમ.રાણા અને વી.ડી. રાવલીયાની બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ કમિશનરે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને એએસઆઇની બદલી કરવામાં આવી હતી. જેમને મહત્વની બ્રાન્ચમાં મૂકવામાં આવ્યા હતા. ત્યારે હવે પોલીસ કમિશનર દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં પીઆઇની આંતરિક બદલીઓ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application