આજે ઇન્ટરસિટી વડોદરાથી આવશે નહીં, કાલે જામનગરથી ઉપડશે નહીં
આજે ઇન્ટરસિટી વડોદરાથી આવશે નહીં, કાલે જામનગરથી ઉપડશે નહીં
April 23, 2026 12:18 PM
આવતીકાલની ઓખા–ગુવાહાટી ટ્રેનનું બિહારમાં માર્ગ પરિવર્તન રાજકોટ: પૂર્વ મધ્ય રેલવેના દાનાપુર ડિવિઝનના નેઉરા જટ ડુમરી સેકશનમાં નોન–ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે તા. ૨૪ એપ્રિલના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન સંખ્યા ૧૫૬૩૫ ઓખા ગુવાહાટી સાાહિક એકસપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન ગયા જહાનાબાદ પટના થઈને દોડશે. આ ટ્રેન બકસર સ્ટેશને જશે નહીં. રાજકોટ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પેારેશન લિમિટેડ (એનએચઆરસીએલ)ના બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત ગેરતપુર અમદાવાદ વચ્ચે પ્રિકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવા માટે જરી કામગીરી કરવાનું આયોજન છે. આ કામગીરી માટે ટ્રાફિક બ્લોક લેવામાં આવનાર છે. જે અંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ટ્રાફિક બ્લોકને કારણે આજે તા. ૨૩મીએ ગુવારે વડોદરાથી આવતી ઇન્ટરસિટી અને આવતીકાલે શુક્રવારે જામનગરથી ઉપડતી ઇન્ટરસિટી ટ્રેનો રદ કરવામાં આવી છે. જેમાં ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરા જામનગર ઈન્ટરસિટી આજે તારીખ ૨૩.૦૪.૨૦૨૬ ગુવારના રોજ રદ રહેશે. આ ઉપરાંત ન.ં ૨૨૯૬૦ જામનગર વડોદરા ઈન્ટરસિટી આવતીકાલે તારીખ ૨૪.૦૪.૨૦૨૬ શુક્રવારના રોજ રદ રહેશે