BREAKING NEWS

ચોમાસાના બદલે જુગારની મોસમ આવી: ચાર દરોડા, બે મહિલા સહિત ૩૦ ઝડપાયા

  • June 23, 2026 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજીડેમ પોલીસ, ગાંધીગ્રામ, કુવાડવા રોડ પોલીસની કાર્યવાહી: કુલ રૂ.૮૧૭૯૦ની રોકડ કબજે કરી ગુનો નોંધતી પોલીસ




હાલમાં ચાતક નજરે વરસાદની રાહ જોવાઈ રહી છે. પરંતુ ચોમાસાના બદલે જુગારની મોસમ ખીલી હોય તેમ ચાર દરોડામાં પોલીસે બે મહિલા સહિત ૩૦ પત્તાપ્રમીઓને ઝડપી લઇ કુલ રૂ.૮૧,૭૯૦ની રોકડ કબજે કરી તેની સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


આજીડેમ પોલીસે પેટ્રોલિંગમાં હોય દરમિયાન મળેલી બાતમીના આધારે માંડાડુંગર ગામે આવેલ હરસિધ્ધિ પાર્ક સોસાયટી શેરી નંબર ૪ માં જાહેરમાં લાઈટના અજવાળે જુગાર રમતા ૧૩ શખસોને પકડી પાડ્યા હતા.જેમાં વિનોદ ચનાભાઈ જાદવ, યોગેશ કરસનભાઈ ઘુસડીયા (બન્ને રહે સંત કબીર રોડ), સુરેશ બાબુભાઈ મકવાણા, જયેશ ભુપતભાઈ મકવાણા(બન્ને રહે ભારતનગર શેરી નંબર ૧), હંસરાજ ગોકળભાઈ મેર (રહે રાધિકા સોસાયટી મહીકા રોડ), હાર્દિક પ્રવીણભાઈ રાઠોડ (રહે માંઢા ડુંગર ગોકુલ પાર્ક), અશ્વિન ધનજીભાઈ હાંડા, રમેશ કરશનભાઈ માલકીયા, હિંમત જેરામભાઈ ચાવડા, મેહુલ વિજયભાઈ જાદવ, વિકાસ વિનોદભાઈ જાદવ, સુરેશ રવજી રાજપરા, અનિલ વિનોદભાઈ જાદવ(સાતેય રહે હરસિધ્ધિ પાર્ક માંઢાડુંગર)નો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રૂ.૪૩૫૫૦ની રોકડ કબજે કરી જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.


આજી ડેમ પોલીસે જુગારના બીજા દરોડામાં ગઢકા ગામ મુરલીધર કોલેજની સામે આવેલ પ્રવીણભાઈની વાડીની બાજુમાં જાહેરમાં જુગાર રમતા કાનજી ભગવાનભાઈ સરવૈયા, માવજી જસમતભાઈ ઉતેડિયા, હીરા ગોવાભાઇ ચાડંપા, કિરણબેન રમેશભાઈ ગોવાણી(ચારેય રહે કાળીપાટ ગામ), જય બાબુભાઈ કુકડીયા(રહે બસ સ્ટેન્ડની સામે), સાગર ગોરધનભાઈ સરવૈયા(રહે ઠેબચડા ગામ), મુનીરાબેન અબ્બાસભાઇ બ્લોચ (રહે ત્રંબા ગામ), શૈલેષભાઈ સગરામભાઇ બરૈયાને પકડી પાડી રૂ.૧૪૪૦૦ની રોકડ કબજે કરી જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


ત્રીજા દરોડામાં કુવાડવા રોડ પોલીસે નવાગામમાં આવેલ રંગીલા વિસ્તાર પંચવટી ૨, માધવી સ્કૂલની બાજુમાં આવેલ રહેણાંક મકાનમાં જુગાર રમતા મકાન માલિક સંજય વાધાભાઈ સરવૈયા, નવાગામ આણંદપરના રહેવાસી ભરત લાલજીભાઈ મકવાણા, પ્રવીણ છનાભાઈ સાકરીયા, રાજેશ બચુભાઈ કુમારખાણીયા, ગોરધન રણછોડભાઈ મેણીયા, રાયધન હકાભાઇ પરાલીયાને પકડી પાડી રૂ.૧૨૨૪૦ની રોકડ કબજે કરી જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


ચોથા દરોડામાં ગાંધીગ્રામ પોલીસે જીવંતિકા નગર શેરી નંબર ૧ માં આવેલ બંધ કારખાનામાં જુગાર રમતા મિતેશ મનસુખભાઈ ચૌહાણ (રહે જીવંતીકાનગર), વિજય કિશોરભાઈ પરમાર (રહે લાખના બંગલા પાસે), જીતેન્દ્ર સવજીભાઈ ચાવડા (રહે અયોધ્યા ચોક)ને પકડી પાડી રૂ.૧૧૬૦૦ની રોકડ કબજે કરી જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application