ગોંડલમાં ૧૦૦ વર્ષ જૂના બન્ને પુલનું ઇન્સ્પેકશન કરી રિપોર્ટ આપો: હાઇકોર્ટ

  • June 07, 2023 12:25 PM 

ગોંડલ ખાતે ૧૦૦ વર્ષ જૂના બે ઐતિહાસિક પુલ છે.આ બન્ને પુલની હાલતના મુદ્દે જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી કે સરકારી ઓથોરિટી બંને પુલનું ઇન્સ્પેક્શન કરે અને રિપોર્ટ આપે મોરબીમાં ઝુલતા પુલની હોનારત બાદ રાજ્ય સરકાર વધુ હોનારત થાય તેની રાહમા છે કે શુ? સરકારની ઓથોરિટી આ બંને પુલનું ઇન્સ્પેક્શન કરે અને રિપોર્ટ આપે. આ બંને પુલો વર્ષો જૂના છે અત્યંત બીસ્માર અને જર્જરીત હાલતમાં છે આમ છતાં ગોંડલ અને તેની આસપાસના વિસ્તારના લોકો તેના પર થી પસાર થાય છે જે અત્યંત જોખમી છે તેથી બંને પુલનું તાકીદે સમારકામ કરવામાં આવે તેવા આદેશ આપવામાં આવ્યા છે. ગોંડલના રહેવાસી યતીન દેસાઈએ હાઇકોર્ટમાં રીટ પિટિશન કરી છે તેમાં રાજ્ય સરકાર અને સ્થાનિક પાલિકાને આ પુલનું સમારકામ કરવા માટે આદેશ આપવાની દાદ માંગ છે સાથે જ ઓથોરિટીને બંને પુલના સ્ટ્રક્ચરની તપાસ કરી તેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે હાઇકોર્ટ રજૂઆત કરી હતી કે બંને પુલ અત્યંત જર્જરી છે.આ પુલ હાલમાં ઉપયોગમાં લેવાય રહ્યો છે તેથી નાગરિકોના માથે જોખમ ઊભું થયું છે.
​​​​​​​
પીટીસનર તરફથી એડવોકેટ રથીન રાવલે હાઇકોર્ટ સમગ્ર રજૂઆત કરી હતી કે બંને પુલ અત્યંત જર્જરી હાલતમાં છે આમ છતાં આ પુલનો ઉપયોગ થઈ રહ્યો છે તેથી નાગરિકોને માથે જોખમ ઊભું થયું છે વર્ષ ૨૦૨૦ માં ગોંડલ નગરપાલિકાના ડેપ્યુટી સિવિલ એન્જિનિયર સાથે એક વાતચીત દરમિયાનના પુન: નિર્માણની રજૂઆત કરવામાં આવી હતી તેમણે આ પુલ ૧૨૫ વર્ષ જૂનો છે અને તેનું આયુષ્ય વધારવા માટે સમારકામ અથવા નવ નિર્માણ જરૂર છે તેથી એ દિશામાં વિચારણા થવી જોઈએ તો કે તેમના તરફથી એવો જવાબ આપ્યો હતો કે આ કામ તેમના અંતર્ગત આવતું નથી. અત્રે નોંધવું જરૂરી છે કે રાજ્ય સરકાર દ્વારા મોરબીમાં થયેલી પુલ હોનારત બાદ જર્જરીત પુલના ઇન્સ્પેક્શન આદેશ કરવામાં આવ્યા છે. આમ છતાં ગોંડલ નગરપાલિકા દ્વારા આ દિશામાં કોઈ વિશેષ કામગીરી થઈ નહીં હોવાનું લાગી રહ્યું છે ગોંડલ નગરપાલિકા પાસે પુલના આયુષ્ય અંગેની કોઈપણ પ્રકારની માહિતી નથી વર્ષ ૨૦૨૩ માં આ પુલના સમારકામ અંગેની રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવાયું છે પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં થઈ હોવાનું હાઇકોર્ટની રીટમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application