અહીં ખાશો તો માંદા પડશો, રાજકોટના અકુંશ ખમણ હાઉસના લોટમાં જીવાત નીકળી, બાલાજી નમકીન એન્ડ સમોસોમાં 32 કિલો વાસી ફૂડ મળ્યું

  • March 21, 2025 04:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ગોંડલ રોડ, વિજય પ્લોટ શેરી નં.10 કોર્નર પાસે આવેલ "બાલાજી નમકીન એન્ડ સમોસા" પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી કચોરી, સમોસાનો મસાલો તથા યોગ્ય લેબલિંગ વગરની પેક્ડ છાસ મળીને કુલ અંદાજીત 32 કિલોગ્રામ અખાદ્ય જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.


અંકુશ ખમણ હાઉસમાં લોટમાં જીવાત
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સુભાષનગર મેઇન રોડ, જૂની આમ્રપાલી સિનેમા પાસે, રૈયા રોડ પર આવેલ "અંકુશ ખમણ હાઉસ" પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ લોટમાં જીવાત મળી આવતા અંદાજિત 10 કિવોગ્રામ જીવાતવાળો અખાદ્ય લોટ સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.


કભી'ભી કેક સ્ટુડિયોમાં 10 નંગ વાસી અખાદ્ય પફ મળ્યા
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અમીન માર્ગ, રાજકોટ મુકામે આવેલ "કભી'ભી કેક સ્ટુડિયો" પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ 10 નંગ વાસી અખાદ્ય પફ મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો. તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.


ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના ભગવતીપરા મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 11 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 18 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.  


ચકાસણી કરેલ ધંધાર્થીઓની વિગત    

  • સંજરી એજન્સી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 
  • જય શંકર ચીકી સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 
  • ક્રિષ્ના કોલ્ડ્રિંક્સ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 
  • વિમલભાઈ પૂરીશાક વાળા- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 
  • ક્રિષ્ના પાન & કોલ્ડ્રિંક્સ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 
  • જય અંબે કિરણાં ભંડાર- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 
  • મોમાઈ પ્રોવિઝન સ્ટોર- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 
  • રાધે એજન્સી- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 
  • શિવ ઘૂઘરા- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 
  • નીક ફૂડ્સ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 
  • કાના નાસ્તા સેન્ટર- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.


નમુનાની કામગીરી 

  • ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ નીચે મુજબની વિગતે કુલ 03 નમૂના લેવામાં આવેલ  
  • હલ્દિરામ્સ કોકોનટ ડ્રાઇફ્રૂટ ગુજીયા (400 GM PKD): સ્થળ- સ્વિન્સ્ટા એન્ટ. પ્રાઇવેટ લિમિટેડ, આર વર્લ્ડ સામે, એસ. એસ. એનેક્સ શોપ નં. જી-૧., કતુરબા રોડ, રાજકોટ. 
  • બીસી ભીખારામ ચાંદમલ- માવા ડ્રાઇફ્રૂટ ગુજીયા (400 GM PKD): સ્થળ- સ્વિન્સ્ટા એન્ટ. પ્રાઇવેટ લિમિટેડ, આર વર્લ્ડ સામે, એસ. એસ. એનેક્સ શોપ નં. જી-૧., કતુરબા રોડ, રાજકોટ. 
  • સાંચી ઘી (500 ML PKD) : સ્થળ- સ્વિન્સ્ટા એન્ટ. પ્રાઇવેટ લિમિટેડ, આર વર્લ્ડ સામે, એસ. એસ. એનેક્સ શોપ નં. જી-૧., કતુરબા રોડ, રાજકોટ. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application