જામનગરના નભોમંડળમાં નરી આંખે જોઈ શકાતા મંગળ ગ્રહ, ગુરુ ગ્રહ, શુક્ર ગ્રહ, અને શનિ ગ્રહ કે જે મંગળ ગ્રહ સૂર્ય થી ૨૪ કરોડ કી.મી. દૂર રહી ૭૮૭ દિવસ માં સૂર્યનું પરિભ્રમણ પૂર્ણ કરે છે. પોતાની ધરી ઉપર ૨૪.૫ કલાક માં એક ચક્કર પૂર્ણ કરે છે. પૃથ્વીથી અર્ધો વ્યાસ ધરાવતા આ ગ્રહને બે નાના દિમોસ અને ફોર્સ નામના ચંદ્ર છે. રાતા ગ્રહ નામે ઓળખાતા આ ગ્રહ ના ધ્રુવ પ્રદેશ ઉપર સ્વેત અંગારવાયુ નું પાત્ર વાતાવરણ છે.
શુક્ર ગ્રહ લગભગ પૃથ્વી જેવડો વ્યાસ ધરાવતો આ ગ્રહ સૂર્ય થી ૧૦.૭ કરોડ કી.મી. દૂર રહી પ્રદક્ષિણા કરે છે. આકાશ માં વધુમાંવધુ ૪૮ અંશ ની ઊંચાઈ હોવાથી શુક્ર આખું વર્ષ વહેલી સવારે પૂર્વ ક્ષિતિજ ઉપર અથવા સાંજે પશ્ર્ચિમ ક્ષિતિજ ઉપર અચુક દેખાય છે. શુક્ર ગ્રહ ને ચંદ્ર ની જેમ કળા હોય છે. આ ગ્રહ સૂર્ય અને પૃથ્વી વચ્ચે હોય સમયાંતરે સૂર્ય નું અધિક્રમણ કરે છે.
ગુરૂ ગ્રહ પૃથ્વી કરતાં ૧૩૦૦ ગણો કદમાં મોટો સૂર્ય થી ૭૭.૩ કરોડ કી.મી. દૂર રહી ૧૨ વર્ષે એક પરિક્રમા પૂર્ણ કરે છે. સૂર્ય મંડળ ના તમામ ગ્રહોને ભેગા કરતા પણ કદમાં મોટો છે. ટેલિસ્કોપ ની મદદ થી ચાર મોટા ચંદ્ર તથા રંગરૂપ બદલતું રાખતું કલંક (રેડ-સ્પોટ) જોવા લાયક છે. ગુરૂ દરેક રાશિમાં એક વર્ષ રહે છે.
શનિ ગ્રહ ૧૪૨ કરોડ કી. મી. દૂર સૂર્ય ની પરિક્રમા ૨૯.૫ વર્ષ માં પૂર્ણ કરે છે. અક્ષય ભ્રમણ ૧૦ કલાક નું છે. ૭૬૩ પૃથ્વી ને સમાવતો આ ગ્રહ પૃથ્વી કરતાં માત્ર ૯૫ ગણો ભારે છે. એટલે પાણીના તળાવ માં નાખવામાં આવે તો તે પાણી ઉપર તરે. પોતાની કક્ષાએ નમતો રહીને
ફરતો હોય તેના વલયો હંમેશાં એક સરખા રૂપમાં નથી દેખાતા, ક્યારેક સરળ લીટીનું અને ક્યારેક વિસ્ત્રુત સપાટીનું રૂપ ધારણ કરે છે. શનિનો સૌથી મોટો ચંદ્ર ટિટાન વાતાવરણ ધરાવે છે.
યુરેનશ ગ્રહ ૮૪ વર્ષે સૂર્ય ની પ્રદક્ષિણા કરતો આ ગ્રહ સૂર્ય થી ૪૬૫ કરોડ કી.મી. દૂર આવેલો છે. આપણી પૃથ્વી કરતા ૬૪ ગણો મોટો છે. અને એક રાશિમા ૭ વર્ષ રહે છે.
નેપ્ચુયન ગ્રહ સૂર્ય થી ૭૧૫ કરોડ કી.મી. દૂર રહી ૧૬૫ વર્ષે એક પ્રદક્ષિણા પૂર્ણ કરે છે. પૃથ્વી થી ૪૨ ગણો મોટો એક રાશિમાં ૧૪ વર્ષ રહે છે. યુરેનશ અને નેપ્ચુયન ગ્રહો સૂર્ય થી અતિ દૂર હોય નરી આંખે જોઈ શકાતા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ મોદી સપ્ટેમ્બરમાં નિવૃત્ત થશે, તેમના આગામી ઉત્તરાધિકારી મહારાષ્ટ્રના હશે: સંજય રાઉત
March 31, 2025 01:44 PMટેકાના ભાવે ચણા અને રાયડાના રજિસ્ટ્રેશન રદ બાબતે કિસાન કોગ્રેસના ચેરમેન પાલ આંબલીયાએ લખ્યો પત્ર
March 31, 2025 01:21 PMનિકાવામાં ઈદ ઉલ ફીત્રની શાનદાર ઉજવણી
March 31, 2025 01:16 PMરામનવમીના પારણા અંતર્ગત લોહાણા જ્ઞાતિ સમુહ ભોજનનું ભવ્ય આયોજન
March 31, 2025 01:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech