આગામી તા.૦૭ માર્ચના રોજ જિલ્લા રોજગાર કચેરી જામનગર ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન
જામનગર તા.૦૫ માર્ચ, આગામી તા.૦૭/૦૩/૨૦૨૫ ના રોજ જિલ્લા રોજગાર કચેરી જામનગર દ્વારા ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ રોજગાર ભરતી મેળામાં મોટી સંખ્યામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે અને આ નોકરીદાતાઓ દ્વારા સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ભરતી મેળામાં હાજર રહેવા માંગતા ઉમેદવારોએ પોતાના બાયો ડેટા સાથે તા.૦૭/૦૩/૨૦૨૫ ના રોજ જિલ્લા રોજગાર કચેરી, એસ.ટી. ડેપો સામે જામનગર ખાતે સવારે ૧૦:૩૦ કલાકે ઉપસ્થિત રહેવા રોજગાર અધિકારીશ્રી જામનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે. વધુ માહિતી માટે ૦૨૮૮-૨૫૬૪૬૫૪ પર સંપર્ક કરી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમિશ્ર ઋતુને લઈને રોગચાળો વકર્યો : રાજકોટ શહેરમાં મેલેરિયા અને ડેન્ગ્યુનો વધતો પ્રકોપ
May 12, 2025 01:52 PMજામનગર એરપોર્ટ પણ આજથી થયું કાર્યરત
May 12, 2025 01:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech