ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને અંડર-19 મહિલા એશિયા કપ 2024નું ટાઇટલ જીત્યું છે. કુઆલાલંપુરના બ્યુમસ ઓવલ ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને 41 રને હરાવ્યું હતું. ફાઈનલ મેચમાં બાંગ્લાદેશી ટીમને જીતવા માટે 118 રનનો ટાર્ગેટ હતો, જેને તે પાર કરી શકી નહોતી. બાંગ્લાદેશની ટીમ માત્ર 76 રનમાં સમેટાઈ ગઈ હતી. આ ટુર્નામેન્ટનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમે ખિતાબ જીતીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી.
ત્રિશાએ બેટ વડે હલચલ મચાવી
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 7 વિકેટે 117 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઓપનર ગોંગાડી ત્રિશાએ 47 બોલમાં સૌથી વધુ 52 રન બનાવ્યા હતા. મિથિલા વિનોદ (17 રન), કેપ્ટન નિક્કી પ્રસાદ (12 રન) અને આયુષી શુક્લા (10 રન) બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી ફરઝાના ઈસ્મિને સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. જ્યારે નિશિતા અક્ટર અને નિશીને બે અને હબીબા ઈસ્લામને એક સફળતા મળી હતી.
જવાબમાં બાંગ્લાદેશની ટીમ 18.3 ઓવરમાં માત્ર 76 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વિકેટકીપર ઝુરિયા ફિરદૌસે 30 બોલમાં સૌથી વધુ 22 રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા સામેલ હતા. જ્યારે ઓપનર ફાહોમિદા ચોયાએ 18 રન બનાવ્યા હતા. આ બે સિવાય અન્ય બાંગ્લાદેશી બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યા ન હતા. ભારતીય ટીમ માટે લેફ્ટ આર્મ સ્પિનર આયુષી શુક્લાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. સ્પિન બોલર સોનમ યાદવ અને પારુણિકા સિસોદિયાને પણ બે-બે સફળતા મળી. વીજે જોશીથાને પણ એક વિકેટ મળી હતી.
ભારતીય ટીમની પ્લેઈંગ-11: ગોંગાડી ત્રિશા, કમલિની (વિકેટકીપર), સાનિકા ચાલકે, નિક્કી પ્રસાદ (કેપ્ટન), ઈશ્વરી અવસરે, મિથિલા વિનોદ, આયુષી શુક્લા, વીજે જોશિતા, શબનમ શકીલ, સોનમ યાદવ, પારુણિકા સિસોદિયા.
બાંગ્લાદેશની પ્લેઈંગ-11: ફાહોમિદા ચોયા, મોસમમત ઈવા, સુમૈયા અખ્તર, ઝુઆરિયા ફિરદૌસ (વિકેટકીપર), સુમૈયા અખ્તર (કેપ્ટન), સાદિયા અખ્તર જન્નતુલ મોઆ, હબીબા ઈસ્લામ, ફરઝાના ઈસ્મીન, નિશિતા અખ્તર નિશી, અનીસા અખ્તર સોબા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech