મૈસુરના એક ટેક ઉદ્યોગસાહસિક, તેમની પત્ની અને પુત્રનું અમેરિકાના વોશીંગ્ટન નજીક તેમના ઘરે રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શરૂઆતની તપાસમાં તેને હત્યા-આત્મહત્યાનો મામલો માનવામાં આવી રહ્યો છે.
કિંગ કાઉન્ટી મેડિકલ એક્ઝામિનર ઓફિસે મૃતકોની ઓળખ હર્ષવર્ધન કિક્કેરી (ઉં.વ. 57), તેમની પત્ની શ્વેતા પન્યામ (ઉં.વ. 44) અને તેમના 14 વર્ષના પુત્ર તરીકે કરી છે. હર્ષવર્ધન કિક્કેરી મૈસુર સ્થિત રોબોટિક્સ કંપની હોલોવર્લ્ડના સીઈઓ હતા, જ્યારે તેમની પત્ની કંપનીના સહ-સ્થાપક હતા.
મળતી માહિતી મુજબ, કિંગ કાઉન્ટી શેરિફના પ્રવક્તા બ્રાન્ડિન હલએ જણાવ્યું હતું કે, પોલીસને હત્યા-આત્મહત્યાનો શંકા છે. જોકે, અધિકારીઓ હજુ પણ ઘટના પાછળના ચોક્કસ કારણની તપાસ કરી રહ્યા છે.
આ ઘટના ગુરુવારે રાત્રે (અમેરિકન સમય) બની હતી. પોલીસને 911 પર ફોન આવ્યો, ત્યારબાદ પોલીસ 129મા સ્થાને દક્ષિણપૂર્વમાં સ્થિત ટાઉનહાઉસ પહોંચી. અહેવાલો અનુસાર, ઘટના સમયે 7 વર્ષનો નાનો દીકરો ઘરની બહાર હતો અને તેથી તે બચી ગયો. કેસની તપાસ કરી રહેલી ટીમને આગળની બારી પર લોહીના ડાઘ અને રસ્તા પર એક ખાલી કારતૂસ મળી આવ્યું હતું. આ પ્રકારની તપાસમાં સમય લાગે છે અને અમારા ડિટેક્ટીવ્સ આ ઘટનાના સંજોગો નક્કી કરવા માટે ખંતપૂર્વક કામ કરી રહ્યા છે તેવું હલએ કહ્યું હતું.
કર્ણાટકના કિક્કેરી ગામના વતની હર્ષવર્ધન કિક્કરીનું શિક્ષણ મૈસૂર અને અમેરિકામાં થયું હતું. તેમણે સિરાક્યુઝ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી અને માઇક્રોસોફ્ટમાં કામ કરતી વખતે રોબોટિક્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેઓ 44 આંતરરાષ્ટ્રીય પેટન્ટના ધારક હતા અને તેમને માઇક્રોસોફ્ટ ગોલ્ડ સ્ટાર, ઇન્ફોસીસ એક્સેલન્સ એવોર્ડ, ભારત પેટ્રોલિયમ શિષ્યવૃત્તિ અને અનેક ચેસ સ્પર્ધાઓમાં પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech