ભારતીય નૌસેનાએ વધુ એક જહાજને ચાંચિયાઓના ચુંગાલમાંથી છોડાવ્યુ

  • February 03, 2024 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય નૌસેનાએ ફરી એકવાર બહાદુરીનો પુરાવો આપ્યો છે. નૌકાદળે ગઈકાલે સોમાલિયાના પૂર્વ કિનારે વધુ એક જહાજને હાઇજેક કરવાના ચાંચિયાઓના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સાત લૂંટાઓએ આ જહાજને કબજે કરી લીધો હતો અને તેના પર હાજર ક્રૂ મેમ્બર્સને બંધક બનાવી લીધા હતા. ભારતીય નૌકાદળને તેના માહિતી મળતાં જ તરત જ કાર્યવાહી કરી ચાંચિયાઓના ઈરાદાને નિષ્ફળ બનાવી દેવાયા હતા.


ભારતીય નૌકાદળે કુલ ૧૯ લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા જેમાં મોટાભાગના ચાલકદળના સભ્યો હતા, જેમાં ૧૧ ઈરાની અને ૮ પાકિસ્તાની હતા.
નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું કે ૩૧ જાન્યુઆરીએ ઈરાનનું ફિશિંગ જહાજ એફવી ઓમરિલને હાઈજેક કરવામાં આવ્યું હોવાની માહિતી મળી હતી. સાત ચાંચિયાઓ જહાજ પર ચઢી ગયા હતા અને તેમણે ક્રૂ મેમ્બર્સને બંધક બનાવ્યા હોવાનું બહાર આવ્યું હતું.


તે સમયે ભારતીય નૌસેના આરપીએ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જેવી જ તેમને માહિતી મળી કે ભારતીય સૈન્યએ કાર્યવાહી કરી દીધી અને એફવી ઓમરિલને શોધી કાઢ્યું. ત્યારપછી આઈએનએસ શારદાને ચાંચિયાઓ સામે લડવા માટે એન્ટી–પાઇરેસી મિશન પર તૈનાત કરવામાં આવ્યું હતું. આઈએનએસ શારદાએ થોડી જ ક્ષણોમાં ઈરાની જહાજ એફવી ઓમરિલને અટકાવ્યું. જેના લીધે ચાંચિયાઓએ જહાજ પરથી ભાગી જવાની ફરજ પડી હતી. જહાજ પર ઈરાનનો ધ્વજ જોવા મળ્યો હતો.
નેવીના જણાવ્યા અનુસાર આ જહાજ પર ૧૧ ઈરાની અને ૮ પાકિસ્તાની નાગરિકો હાજર હતા. તમામ ક્રૂ મેમ્બર હતા. ચાંચિયાઓનો સામનો કરવા માટે આ વિસ્તારમાં આઈએનએસ શારદા યુદ્ધ જહાજ તૈનાત કરવામાં આવ્યું છે, જે દરેક ક્ષણે આ વિસ્તાર પર નજર રાખે છે.


એક અઠવાડિયામાં નેવીનું ચોથું ઓપરેશન
એક અઠવાડિયામાં નેવીનું આ ચોથું ઓપરેશન છે. આ પહેલા ભારતીય નેવીએ ૧૯ પાકિસ્તાની ક્રૂને બચાવ્યા હતા. ભારતીય નૌસેનાએ શ્રીલંકા અને સેશેલ્સની નૌકાદળ સાથે મળીને આ સાહની શઆતમાં એક ઓપરેશન હાથ ધયુ હતું. તે સમયે મોગાદિશુની પૂર્વમાં દરિયાઈ માર્ગમાં ચાંચિયાઓએ એક માછીમારી જહાજ પર હત્પમલો કર્યેા હતો અને તેને હાઇજેક કરી લીધો હતો. આ પહેલા પણ ૫ જાન્યુઆરીએ નેવીએ નોર્થ અરબી સમુદ્રમાં લાઈબેરિયન લેગવાળા જહાજ એમવી લીલા નોરફોકને હાઈજેક કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. તેના તમામ ક્રૂ મેમ્બરનો બચાવ થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application