પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ભારતના મુખ્ય મહેમાન હતા. આ દરમિયાન તેમણે ભારતનો આભાર માનતા કહ્યું કે, આ ફ્રાન્સ માટે ખુબ જ સન્માનની વાત છે. પરેડ બાદ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, આ ફ્રાન્સ માટે ખુબ જ સન્માનની વાત છે. થેંક્યંય ઇન્ડિયા. પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવા માટે ઇમેન્યુઅલ મેક્રોનની સાથે ફ્રાન્સની માર્ચિંગ ટીમ અને બેન્ડ ગ્રુપ પણ સાથે આવ્યું. આ છઠ્ઠી વખત હતું જ્યારે કોઈ ફ્રાન્સના નેતા આ સમારોહમાં ભાગ લેવા માટે ભારત આવ્યા.
આ પહેલા ભારત મુલાકાતના પહેલા દિવસે તેઓ જયપુરમાં રહ્યા. ત્યારબાદ બીજા દિવસે વડાપ્રધાન મોદીની સાથે તેમણે પ્રજાસત્તાક દિવસની પરેડ અને ઝાંકીઓ નિહાળી. આ સિવાય યૂનાઈટેડ કિંગડમના રાજા ચાર્લ્સ તૃતીયએ પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રપતિ દ્રોપદી મુમ્મૂને એક પત્ર લખીને શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે, ’તમારા રાષ્ટ્રીય દિવસના વિશેષ અવસરે હું અને મારી પત્ની ભારત ગણરાજ્યના લોકોને હાર્દિક શુભકામનાઓ પાઠવવા માંગીએ છીએ. તેમણે વધુમાં લખ્યું કે, હું આપણા દેશો વચ્ચેના ગાઢ સંબંધોની કદર કરું છું અને મને વિશ્વાસ છે કે કોમનવેલ્થની આ 75મી વર્ષગાંઠના વર્ષમાં આપણા સંબંધો વધુ ગાઢ બનશે, જે મૂલ્યો અને આકાંક્ષાઓની યાદ અપાવે છે જે આપણને એક કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech