ભારતે રત્ન ગુમાવ્યું, પદ્મ વિભૂષણ રતન તાતાના નિધન પર કેજરીવાલે શોક વ્યક્ત કર્યો

  • October 10, 2024 02:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





રતન તાતાનાં નિધનથી ઉદ્યોગ જગતથી લઈને સમગ્ર દેશમાં શોકની લહેર છે. ત્યારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રતન તાતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું "ભારતે "રત્ન" ગુમાવ્યુ જેણે અશક્યને શક્યમાં ફેરવ્યું. રતન તાતાનો વારસો આવનારી પેઢીઓ માટે પ્રેરણા છે.


આ પહેલા દિલ્હીના સીએમ આતિશીએ શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, રતન તાતાજીના નિધન વિશે સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. તેમણે નૈતિક નેતૃત્વનું ઉદાહરણ બેસાડ્યું છે. તેમણે હંમેશા દેશ અને તેના લોકોના કલ્યાણને બધાથી ઉપર રાખ્યું છે. તેમની દયા નમ્રતા અને બદલાવ લાવવાનો જુસ્સો હંમેશ માટે યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. તેમનો વારસો આવનારી પેઢીઓને પ્રેરણા આપતો રહેશે.


દેશના જાણીતા વ્યક્તિત્વ રતન તાતાને ભારતના બે સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ મળ્યા છે. રતન તાતાનો જન્મ 28 ડિસેમ્બર, 1937ના રોજ ગુજરાતનાં સુરતમાં થયો હતો. તેમના માતા-પિતાના નામ નવલ ટાટા અને સુની કમિશનર હતા. રતન તાતા જ્યારે 10 વર્ષના હતા ત્યારે તેઓ તેમના માતા-પિતાથી અલગ થઈ ગયા હતા. ત્યારબાદ તેમને તેમના દાદી નવાઝબાઈ તાતા દ્વારા જેએન પેટિટ પારસી અનાથાશ્રમ દ્વારા ઔપચારિક રીતે દત્તક લેવામાં આવ્યા હતા. રતન તાતાનો ઉછેર તેમના સાવકા ભાઈ નોએલ ટાટા સાથે થયો હતો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application