ભારતે 6 કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા, 19 ઓક્ટોબર સુધીમાં છોડવો પડશે દેશ

  • October 14, 2024 11:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આતંકવાદી નિજ્જરની હત્યાના ખોટા આરોપોથી નારાજ ભારતે હવે મોટો નિર્ણય લીધો છે. ભારતે સોમવારે 6 કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે. અગાઉ, ભારત સરકારે કેનેડામાંથી તેના રાજદ્વારીઓને પાછા બોલાવવાનો નિર્ણય લીધો હતો. જાણો શા માટે વધ્યો વિવાદ અને સમગ્ર મામલે કેનેડાના શું આરોપ છે.


ભારત-કેનેડા સંબંધોને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. કેનેડામાંથી પોતાના રાજદ્વારીઓને પાછા બોલાવવાના નિર્ણય બાદ હવે ભારત સરકારે કેનેડાના 6 રાજદ્વારીઓને દેશમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે.


આ સંદર્ભમાં માહિતી આપતા વિદેશ મંત્રાલયે લખ્યું, 'ભારત સરકારે નીચેના 6 કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે:'


સ્ટુઅર્ટ રોસ વ્હીલર, કાર્યકારી હાઈ કમિશનર,

પેટ્રિક હેબર્ટ, ડેપ્યુટી હાઈ કમિશનર,

મેરી કેથરિન જોલી, પ્રથમ સચિવ

લેન રોસ ડેવિડ ટ્રાઇટ્સ, પ્રથમ સચિવ

એડમ જેમ્સ ચુઇપકા, પ્રથમ સચિવ

પૌલા ઓર્જુએલા, પ્રથમ સચિવ


19 ઓક્ટોબર સુધીમાં દેશ છોડવો પડશે

વિદેશ મંત્રાલયે કહ્યું કે આ અધિકારીઓએ શનિવારે 19 ઓક્ટોબર 2024ના રોજ રાત્રે 11:59 વાગ્યે અથવા તે પહેલાં ભારત છોડવું પડશે. આ પહેલા સોમવારે સાંજે ભારતે હાઈ કમિશનર સ્ટુઅર્ટ વ્હીલરને બોલાવીને કહ્યું હતું કે ભારતે કેનેડામાંથી તેના વધુ રાજદ્વારીઓને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application