એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી 2024ની ફાઈનલના ચોથા ક્વાર્ટરમાં જુગરાજ સિંહના ગોલને કારણે, ભારત ચીનને 1-0થી હરાવીને રેકોર્ડ પાંચમી વખત ચેમ્પિયન બન્યું છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતની નજર રેકોર્ડ પાંચમા ACT ટાઇટલ પર હતી અને હવે આ સપનું પૂરું થયું છે. ભારત અત્યાર સુધી ટૂર્નામેન્ટની સર્વશ્રેષ્ઠ ટીમ રહી છે, જેણે 26 ગોલ કર્યા છે અને માત્ર પાંચ જ ગોલ ખાધા છે. ભારતે સેમિફાઇનલમાં કોરિયાને 4-1થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. કેપ્ટન હરમનપ્રીત સિંહ પણ ટોપ સ્કોરરની યાદીમાં સામેલ થવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તેણે કુલ સાત ગોલ કર્યા હતા.
ડિફેન્ડિંગ ચેમ્પિયન અને પેરિસ ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતાઓ માટે આ સરળ નહોતું. કારણકે તેઓ પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં ચીનના ડિફેન્સને પાર કરી શક્યા ન હતા. આખરે ડિફેન્ડર જુગરાજ સિંહે 51મી મિનિટે શાનદાર ફિલ્ડ ગોલ કરીને ચીનની આશા તોડી અને પોતાની ટીમને ખિતાબ અપાવ્યો. અગાઉના દિવસે પાકિસ્તાને કોરિયાને 5-2થી હરાવીને છ ટીમોની સ્પર્ધામાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech