ઈન્ડિયા હાઉસ, ઓલિમ્પિક મૂવમેન્ટમાં ભારતની હરણફાળને પ્રતિબિંબિત કરશે: નીતા અંબાણી

  • June 27, 2024 10:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતની ઓલિમ્પિક યાત્રાની રૂપરેખા આલેખતા: રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશને પેરિસ 2024 ઓલિમ્પિક્સ ખાતેના સૌપ્રથમ ઇન્ડિયા હાઉસની જાહેરાત કરી: ઈન્ડિયા હાઉસ’ એથ્લીટ્સ, ચાહકો માટે ઘરથી દૂરનું એક ઘર બની રહેશે અને વિશ્વને ભારતની ઝાંખી કરાવશે


આગામી મહિને પેરિસ 2024 ઓલિમ્પિક્સમાં અનેક ઘટનાઓ પહેલી વખત બનશે, પરંતુ ભારત માટે જે સૌથી વધુ મહત્વ ધરાવે છે તે પહેલ છે ઓલિમ્પિક ગેમ્સ ખાતે તેનું સૌપ્રથમ કન્ટ્રી હાઉસ એટલે - ઈન્ડિયા હાઉસ. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (આઈ.ઓ.એ.) સાથેની ભાગીદારીના ભાગરૂપે પરિકલ્પનાકૃત કરાયેલું ઈન્ડિયા હાઉસ આપણા દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક અને રમતગમતના વારસાની ઉજવણી સમાન રહેશે. તે ભારતના ભવ્ય ભૂતકાળ, વૈવિધ્યપૂર્ણ વર્તમાન અને રોમાંચકારી ભવિષ્યની સાથે ટેક્નોલોજી અને ડિજિટલાઇઝેશન ક્ષેત્રની પ્રગતિની ઝાંખી કરાવશે. વિશ્વભરના રમતવીરો, મહાનુભાવો અને રમતપ્રેમીઓ માટે પોતાના દ્વાર ખોલવા ઈન્ડિયા હાઉસ સજ્જ થઈ રહ્યું છે, ત્યારે તે એકતા, વિવિધતા અને શ્રેષ્ઠતાની ભાવનાને મૂર્તિમંત કરશે, જે ભારતીય સંસ્કારોને વ્યાખ્યાયિત કરે છે.


ઈન્ડિયા હાઉસના મહત્વ વિશે ઉલ્લેખ કરતા આઈઓસીના સભ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર તથા ચેરપર્સન શ્રીમતી નીતા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, પેરિસ ઓલિમ્પિક ગેમ્સ ખાતે સૌપ્રથમ વખત સ્થપાનારા ઈન્ડિયા હાઉસની ઘોષણા કરતાં હું અત્યંત આનંદ અને રોમાંચ અનુભવું છું. ગતવર્ષે ભારતમાં 40 વર્ષમાં પ્રથમ વખત યોજાયેલું આઈ.ઓ.સી. સત્રઅને આપણી ઓલમ્પિક સફરમાં એક મહત્ત્વનું સીમાચિહ્ન હતું. અમે ઈન્ડિયા હાઉસને લોંચ કરવા સાથે આ ગતિને જાળવી રાખવાનો આનંદ અનુભવીએ છીએ – આ એક એવું સ્થળ હશે જ્યાં આપણે આપણા એથ્લીટ્સને વધાવીશુંઆપણી જીતની ઉજવણી કરીશું, આપણી વાતો એકબીજાને કહીશું અને ભારતમાં વિશ્વનું સ્વાગત કરીશું.”



તેમણે ઉમેર્યું હતું કે, "આપણે ખરેખર આશા રાખીએ છીએ કે ઇન્ડિયા હાઉસ એ ઓલિમ્પિક મૂવમેન્ટને ભારતમાં લાવવાના 1.4 અબજ ભારતીયોના સહિયારા સ્વપ્નને સાકાર કરવાની દિશામાંનું વધુ એક કદમ બની રહેશે!" આખો વિડિયો ડાઉનલોડ કરવા માટેઃ https://we.tl/t-vkDVUHzCjQ



ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનના પ્રેસિડેન્ટ સુશ્રી પી.ટી.ઉષાએ જણાવ્યું હતું કે, "રિલાયન્સ ફાઉન્ડેશન સાથેની સહભાગિતામાં સૌપ્રથમ ઈન્ડિયા હાઉસ પેરિસ ઓલિમ્પિક્સ ખાતે ભારતીય ચાહકો અને એથ્લીટ્સ માટેના મુખ્ય આકર્ષણોમાંનું એક બની રહેશે. ભારત વિશે વધુ જાણવા અને કઈ બાબત આપણા દેશને ખાસ બનાવે છે તે જાણવા અન્ય દેશોના લોકો માટે માટે પણ એક અદભુત માધ્યમ બની રહેશે. ભારતે મોટી ઈવેન્ટ્સના યજમાન બનવા માટેની પોતાની ક્ષમતા સાબિત કરી દીધી છે અને ઈન્ડિયા હાઉસ એ રમતગમત ક્ષેત્રમાં તેમજ ઓલિમ્પિક મૂવમેન્ટમાં આપણા રાષ્ટ્રએ જે કાઠું કાઢ્યું છે તેને પ્રતિબિંબિત કરશે. આ પહેલ અને ભારતની ઓલિમ્પિક મૂવમેન્ટની દોરવણી કરવા બદલ હું આઈઓસી મેમ્બર શ્રીમતી નીતા અંબાણીનો આભાર માનું છું."



ભારતીય સંસ્કૃતિ અને વારસાની ઝાંખી:


આઇકોનિક પાર્ક ડે લા વિલે સ્થિત અને વર્ષ 2024ના સમગ્ર ઉનાળા દરમિયાન પાર્ક ઓફ નેશન્સ તરીકે પણ કાર્યરત રહેનારું ઇન્ડિયા હાઉસ એ નેધરલેન્ડ, કેનેડા, બ્રાઝિલ અને યજમાન ફ્રાન્સ જેવા વિશ્વભરના 14 કન્ટ્રી હાઉસમાંનું એક હશે. ઈન્ડિયા હાઉસ ભારતની પ્રતિભા, ક્ષમતા અને મહત્વાકાંક્ષાની ઝલક પૂરી પાડવાનું વચન આપે છે. આ માટે તે ચાહકોને પોતાની સંસ્કૃતિથી માંડીને કળા અને રમતગમત, યોગ, હસ્તકળા, સંગીત અને ભારતીય નૃત્યવૃંદની કૃતિઓ જેવી આનંદદાયક અનુભૂતિમાં ગરકાવ થવાની તક પૂરી પાડશે.


ભારતીય એથ્લીટ્સ અને ચાહકો માટે ઘરથી દૂરનું એક ઘર


ઈન્ડિયા હાઉસનો હેતુ દેશના સહભાગી એથ્લીટ્સને ઘરથી દૂરનું એક ઘર બનવાનો અને ભારતની જીત તથા મેડલ પ્રાપ્તિની ઉજવણી કરવાનો છે. તે મુલાકાતીઓ માટે રમતગમત માંધાતાઓ સાથે વાર્તાલાપ કરવાનું સ્થળ પણ બની રહેશે અને જકડી રાખનારી ઈવેન્ટ્સ દ્વારા મિત્રો સાથે મહત્વની ઈવેન્ટ્સ જોવા માટેનું સ્થળ પણ બની રહેશે કારણ કે તે તમામ દેશોના મીડિયા અને ચાહકો માટે ખુલ્લું રહેશે. ઈન્ડિયા હાઉસ ખાતે ભારતમાં ઓલિમ્પિક ગેમ્સ માટે એક્સક્લુઝિવ મીડિયા રાઈટ્સધારક વાયકોમ18 સાથેની ભાગીદારીમાં ખાસ ભારતીય ઈવેન્ટ્સની વોચ પાર્ટીઝ યોજાશે.


ભારતની ઓલિમ્પિક સફર અને મહત્વાકાંક્ષાની ઉજવણી:


આ ઈન્ડિયા હાઉસ 1920માં આઈઓએના નેજા હેઠળ ભારતે પ્રથમ વખત ઓલિમ્પિક રમતોમાં ભાગ લીધો ત્યારથી અત્યાર સુધીના પૂર્ણ કરેલા 100 વર્ષની ઉજવણી કરશે. તેના થકી રમતગમતની દુનિયામાં પ્રબળ દાવેદાર તરીકે ભારતની ઉત્ક્રાંતિની પ્રતિતિ થાય છે અને ઓલિમ્પિક મૂવમેન્ટ પ્રત્યે રાષ્ટ્રની અતૂટ પ્રતિબદ્ધતા અને ભાવિ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાની મહત્વાકાંક્ષાને પ્રતિબિંબિત પણ કરે છે.


ભારત માટે વિન્ડો ખોલશે


પેરિસમાં ઈન્ડિયા હાઉસ ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ અને વૈવિધ્યસભર ઝાંખી કરવા માટેના લાઇવ પોર્ટલ તરીકેની સેવા આપશે. ઝરોખાના બારીક નકશીકામથી પ્રેરિત તેનો લોગો ભારત તરફની અનોખી બારી (વિન્ડો)નું પ્રતીક છે. ભારતના આબેહૂબ રંગોની ભાતમાં પ્રસ્તુત, આ લોગો રાષ્ટ્રની વિવિધતાના સારને સુંદર રીતે આવરી લે છે અને પેરિસમાં ઈન્ડિયા હાઉસ ઓલિમ્પિક અનુભૂતિના દરેક પાસામાં વણાઈ જશે, અને દરેકને ભારતીય સાંસ્કૃતિક વૈવિધ્યમાં ગરકાવ થઈ જવા આમંત્રિત કરશે.


એક સહિયારો પ્રયાસ


ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (આઈઓએ)ના મુખ્ય ભાગીદાર તરીકે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત, ઇન્ડિયા હાઉસ વૈશ્વિક સ્તરે ભારતીય રમતોને ઉન્નત કરવાના સહિયારા પ્રયાસનું પ્રતિનિધિત્વ કરે છે.

વાયકોમ 18-ભારતમાં પેરિસ 2024 ઓલિમ્પિક્સનું ઘર, જિયોસિનેમા અને સ્પોર્ટ્સ18ના સમગ્ર નેટવર્ક પર ઓલિમ્પિક ગેમ્સ પેરિસ 2024નું શ્રેષ્ઠ કવરેજ પૂરું પાડવામાં આવશે. ગેમ્સ માટેના વિશિષ્ટ મીડિયા રાઈટ્સ હોલ્ડર્સ તરીકે વાયકોમ18ની વ્યાપક પ્રસ્તુતિ ભારતીય ચાહકો માટે મસ્ટ-વોચ ઈવેન્ટ્સ દર્શાવશે, અદભૂત ભારતીય રમતવીરોને હાઈલાઈટ કરશે અને ઐતિહાસિક ઓલિમ્પિક પર્ફોર્મન્સની રજૂઆત કરશે https://www.sports18.com/ | JioCinema.com



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application