દુશ્મનના મિસાઈલને હવામાં જ રાખ કરી દેશે ભારતનું એડી ઈન્ટરસેપ્ટર

  • July 25, 2024 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતે ઓડિશાના દરિયાકાંઠે તેની બેલેસ્ટિક મિસાઇલ સંરક્ષણ પ્રણાલીના બીજા તબક્કાનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ સાથે દુશ્મન દેશોની મિસાઈલોને સરહદમાં પ્રવેશતા પહેલા જ હવામાં નષ્ટ કરવામાં સફળતા મળશે. પોતાના પ્રકારના એક વિશેષ પરીક્ષણમાં પહેલા મિસાઈલ છોડવામાં આવી અને પછી ’એડી ઈન્ટરસેપ્ટર મિસાઈલ’એ તેને આકાશમાં જ નષ્ટ કરી. આ સંરક્ષણ પ્રણાલીએ 5 હજાર કિલોમીટરની રેન્જની બેલેસ્ટિક મિસાઈલો સામે રક્ષણ કરવાની ભારતની સ્વદેશી ક્ષમતાનું પ્રદર્શન કર્યું.આ મિસાઈલ દુશ્મન દેશોની મિસાઈલને આવતા જોઈને પોતાની જાતે જ ફાયર કરશે. તેઓ જમીનથી એક હજારથી ત્રણ હજાર કિલોમીટરના અંતરે તેમની સાથે અથડાશે અને તેમનો નાશ કરશે.
અધિકારીઓએ જણાવ્યું કે, બીજા તબક્કાની એડી ઈન્ટરસેપ્ટર મિસાઈલ ને બાલાસોરના ચાંદીપુરમાં ઇન્ટિગ્રેટેડ ટેસ્ટિંગ રેન્જના લોન્ચ પેડ-3થી લોન્ચ કરવામાં આવી હતી. પરીક્ષણે લોંગ- રેન્જ સેન્સર્સ અને કમ્યુનિકેશન સિસ્ટમ્સ સહિત તમામ ફ્લાઇટ પરીક્ષણ ઉદ્દેશ્યો પૂરા કયર્.િ વિવિધ સ્થળોએ તૈનાત જહાજ પર રેન્જ ટ્રેકિંગ ઉપકરણો દ્વારા મિસાઈલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, સફળ ઉડાન પરીક્ષણે દેશની બેલેસ્ટિક મિસાઈલ સંરક્ષણ ક્ષમતાને ફરીથી દર્શાવે  છે.
પ્રથમ ટાર્ગેટ મિસાઈલ સાંજે 4:20 વાગ્યે લોન્ચ કરવામાં આવી હતી જેને પ્રાયોગિક ધોરણે દુશ્મન દેશની બેલેસ્ટિક મિસાઈલ બતાવવામાં આવી હતી. જમીન અને સમુદ્ર પર તૈનાત રડાર સિસ્ટમ દ્વારા આ મિસાઈલના લોન્ચિંગની જાણકારી મળી આ પછી એડી ઈન્ટરસેપ્ટર સિસ્ટમ એક્ટિવ થઈ એડી ઈન્ટરસેપ્ટર મિસાઈલે 4:24 કલાકે આકાશમાં છોડેલી પહેલી મિસાઈલને નષ્ટ કરી દીધી.


દુશ્મનની મિસાઈલને જોતાં જ જાતે ફાયર થશે
આ મિસાઈલ દુશ્મન દેશોની મિસાઈલને આવતા જોઈને પોતાની જાતે જ ફાયર કરશે. તેઓ જમીનથી એક હજારથી ત્રણ હજાર કિલોમીટરના અંતરે તેમની સાથે અથડાશે અને તેમનો નાશ કરશે. આ બેલેસ્ટિક મિસાઇલોને નષ્ટ કરવાના હેતુથી બનાવવામાં આવી છે. બાલાસોર પ્રશાસને મિસાઇલ લોન્ચ કરતા પહેલા લોન્ચ પેડના 3.5 કિમીના દાયરામાં રહેતા 10,581 લોકોને અસ્થાયી પે બહાર મોકલી આપ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application