કેન્દ્ર સરકારની કામદારોને ભેટ લઘુત્તમ વેતનમાં કર્યેા વધારો

  • September 27, 2024 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્ર સરકારે વેરિયેબલ ડીયરનેસ એલાઉન્સ (વીડીએ)માં સુધારો કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારોના વેતનમાં વધારો કર્યેા છે. જેનો હેતુ કામદારોને જીવનનિર્વાહના વધતા ખર્ચનો સામનો કરવામાં મદદ કરવાનો છે. નવા વેતન દરો ૧ ઓકટોબર, ૨૦૨૪થી લાગુ થશે. આ પહેલા એપ્રિલ, ૨૦૨૪માં પુનરાવર્તન થયું હતું.
કેન્દ્રીય ક્ષેત્રની સંસ્થાઓ હેઠળ બિલ્ડીંગ કન્સ્ટ્રકશન, લોડિંગ–અનલોડિંગ, સ્વીપિંગ, કિલનિંગ, હાઉસકીપિંગ, માઈનિંગ અને એગ્રીકલ્ચર સહિતના વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા કામદારોને તેનો લાભ મળશે. અકુશળ, અર્ધ–કુશળ, કુશળ અને ઉચ્ચ કુશળ તેમજ ભૌગોલિક વિસ્તારના આધારે લઘુત્તમ વેતન દરોને એ, બી અને સી શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે.
સુધારા પછી, ભૌગોલિક ઝોન–એમાં બાંધકામ, સફાઈ કરવી, કચરો કાઢવો, લોડિંગ અને અનલોડિંગમાં રોકાયેલા અકુશળ કામદારો માટે લઘુત્તમ વેતન દર ૭૮૩ પિયા પ્રતિ દિવસ (. ૨૦,૩૫૮ પ્રતિ માસ), અર્ધ–કુશળ કામદારો માટે ૮૬૮ પિયા પ્રતિ  દિવસ હશે. . ૨૨,૫૬૮ દર મહિને થશે.
ત્યારે કુશળ કામદારો માટે વેતન દર પ્રતિ દિવસ . ૯૫૪ (. ૨૪,૮૦૪ પ્રતિ માસ) અને ઉચ્ચ કુશળ કામદારો માટે . ૧,૦૩૫ પ્રતિ દિવસ (. ૨૬,૯૧૦ પ્રતિ માસ) હશે. કેન્દ્ર સરકાર ઔધોગિક કામદારો માટે વીડીએ વર્ષમાં બે વાર રિટેલ ફુગાવામાં છ મહિનાના સરેરાશ વધારાના આધારે સુધારો કરે છે, જે એપ્રિલ ૧ અને ઓકટોબર ૧ થી લાગુ થાય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application