BREAKING NEWS

ગ્રીનલેન્ડ ચોકડીના પિકઅપ સ્ટેન્ડમાં પંખા-પીવાના પાણીની અસુવિધા

  • April 20, 2026 08:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ વિભાગ દ્વારા રાજકોટ અમદાવાદ હાઇવે પરના ગ્રીનલેન્ડ ચોકડી પીક અપ સ્ટેન્ડ પર તા ૧૫/૪ ના રોજ મુલાકાત દરમિયાન જોવા મળ્યું કે અહીં અંદાજે ૧૦,૦૦૦ મુસાફરોની અવરજવર રહે છે અને આશરે ૫૦૦ બસો ની આવજા રહે છે. ત્યારે મુસાફરોને વિસામો માટે બનાવાયેલ આ પીકઅપ સ્ટેન્ડ પર મુસાફરો માટે એક પણ પંખો ઉપલબ્ધ નથી જો કે ગ્રીન લેન્ડ ચોકડીના પીક અપ સ્ટેન્ડના ટ્રાફિક કંટ્રોલરની ઓફિસમાં પંખો ઉપલબ્ધ છે. અને પીવાના પાણીની કોઈ જાતની સુવિધા ઉપલબ્ધ નથી. સિનિયર સિટીઝન મહિલાઓ, બાળકો કાળઝાળ ગરમીના પગલે પરસેવે રેબજેબ થાય છે જેની લેસ માત્ર પરવા રાજકોટ એસ.ટીના જવાબદાર અધિકારીઓને નથી. સમગ્ર ગુજરાતમાં હાલ રાજકોટ ૪૨ ડિગ્રી તાપ સાથે પ્રથમ નંબરે છે ત્યારે નથી પંખો કે નથી પાણી પ્રાથમિક સુવિધા, ટ્રાફિક કંટ્રોલર પારો ફરિયાદ બુક પણ ઉપલબ્ધ નહોતી. મુસાફરોને પડતી હાલાકી અંગે ધૃતરાષ્ટ્ર નીતિ દાખવનાર જવાબદાર અધિકારીઓને દંડનીય કાર્યવાહી થવી જોઈએ. વધુમાં રાજકોટના એસ.ટી.બસ પોર્ટમાં વોલ્વો ડેપોનો વોલ્વો વેઇટિંગ રૂમ અને વોલ્વો એડવાન્સ બુકિંગ રૂમ બંધ કરવાનો સમય રાત્રે ૧૦ સુધીનો લખવામાં આવેલ છે. છતાં ગઈકાલે વોલ્વો વેઇટિંગ રૂમ રાત્રે ૯:૩૦ પહેલ બંધ થયેલ હતો જે અંગે ફરિયાદ મળત રાજકોટના વિભાગીય નિયામકને ફોટ સાથે રજૂઆત કરવામાં આવી છે અ ગઈકાલના સીસી ટેજ જોઈ વહેલો બં કરનાર જવાબદારો સામે પણ પગલ ભરવા જોઈએ. ગ્રીનલેન્ડ ચોકડ પીકઅપ પોઈન્ટ પર વિભાગીય નિયામ તાત્કાલિક જરૂરિયાત મુજબના પંખા ફીટ કરે અને પીવાના પાણીની વ્યવસ્થ ઉપલબ્ધ કરે. ગુજરાત એસ.ટી મુસાફ હિતરક્ષક સમિતિ ગુજરાતન ગજેન્દ્રસિંહ ઝાલા, વકિલ ઈન્દુભરાઓલ, પટેલ નાગજીભાઈ વિરાણી પૂર્વ સૈનિક નટુભા ઝાલા, પ્રતાપભા વાળા, પ્રવીણભાઈ જોશી વગે આગેવાનોએ માગ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News