યાર્ડમાં ડુંગળીનો ભરાવો થતા આજ રાતથી આવક પર પ્રતિબંધ

  • January 08, 2024 06:57 PM 

ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીની આવક પર આજ રાતથી પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ડુંગળી પકવતા ખેડૂતોની મુશ્કેલીમાં આ વર્ષે દિવસેને દિવસે એક પછી એક મુશ્કેલી વધી રહી છે. ત્યારે યાર્ડમાં ડુંગળીનો ભરાવો થતા યાર્ડ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવતા ખેડૂતોને વધુ એક પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો. ડુંગળી પકવતા ખેડુતભાઈઓ, વાહન ચાલકભાઈઓ તથા કમિશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે, ટ્રાન્સપોર્ટવાળાની હડતાલ શરૂ થયેલ હોવાથી ડુંગળીની નવી આવક આજે તા.૮/૧ ને સોમવારના રોજ રાતથી બીજી સુચના ન મળે ત્યા સુધી અચોકકસ મુદત માટે માર્કેટયાર્ડમા લાવવી નહી. અને તેમ છતા જો કોઈ ખેડુતભાઈ તથા વાહન માલીક ડુંગળીની નવી આવક લાવશે તો તે બાબતે યાર્ડની કોઈપણ જવાબદારી રહેશે નહી. કોઈપણ કમીશન એજન્ટભાઈઓએ નવી ડુંગળીની આવક મંગાવવી નહી. જેની લાગતા વળગતાએ ખાસ નોંધ લેવા ભાવનગર માર્કેટયાર્ડની યાદીમાં જણાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application