જો હૃદયને સ્વસ્થ રાખવા માંગતા હોય તો આ ખોરાકને સામેલ કરો ભોજનમાં

  • September 10, 2024 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પહેલા હ્રદયને લગતી બીમારીઓ વધતી જતી ઉંમર સાથે થતી હતી પરંતુ આજકાલ લોકો નાની ઉંમરમાં પણ હ્રદય રોગનો શિકાર બની જાય છે. તેની પાછળનું કારણ માત્ર ખરાબ ખાનપાન જ નથી  પરંતુ યોગ્ય દિનચર્યાનું પાલન ન કરવાને કારણે પણ હાઈ બ્લડ પ્રેશર, ખરાબ કોલેસ્ટ્રોલ વધવા જેવી સમસ્યાઓ થવા લાગે છે, જે હૃદય માટે સારૂ નથી. શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. એક HDL જે સારું માનવામાં આવે છે અને બીજું એલડીએલ… જેને ખરાબ કોલેસ્ટ્રોલ કહેવાય છે. જો એલડીએલનું સ્તર ખૂબ વધી જાય છે  તો તે પ્લેકના રૂપમાં ધમનીઓમાં જમા થવા લાગે છે, જેનાથી હૃદય પર દબાણ વધે છે.


હૃદયને સ્વસ્થ રાખવા માટે સારું કોલેસ્ટ્રોલ વધારવું જરૂરી છે, તેથી હેલ્ધી ફેટ્સ લેવા જોઈએ. જાણો કયા ખોરાકમાં સારી ચરબી હોય છે જે શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારે છે.


બદામ અને નટ્સ


બદામ, અખરોટ, કાજુ આ ત્રણેયમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. જેને હેલ્ધી ફેટ કહેવામાં આવે છે. શાકાહારી લોકો સારા કોલેસ્ટ્રોલને વધારવા માટે તેને આહારમાં સામેલ કરી શકે છે. આ ઉપરાંત ફ્લેક્સસીડ, કોળાના બીજ અને ચિયાના બીજ પણ તંદુરસ્ત ચરબીના સ્ત્રોત છે.


સોયા મિલ્ક અને ટોફુ ફાયદાકારક


શરીરમાં હેલ્ધી ફેટ્સ વધારવા માટે સોયા મિલ્કનું સેવન ફાયદાકારક છે. આ સિવાય ટોફુને ડાયટમાં સામેલ કરી શકો છો. તે સોયા મિલ્કમાંથી પણ બને છે અને હેલ્ધી ફેટ્સની સાથે પ્રોટીનનો પણ સારો સ્ત્રોત છે.


આ માછલીને આહારમાં સામેલ કરો


નોન-વેજ વિશે વાત કરીએ તો  મેકરેલ, સૅલ્મોન, સારડીન વગેરે માછલીઓમાં ઓમેગા 3 ફેટી એસિડ સારી માત્રામાં જોવા મળે છે. તેથી આ માછલીઓને આહારમાં સામેલ કરી શકો છો.


આ તેલનો ઉપયોગ કરો


ખરાબ કોલેસ્ટ્રોલ ધરાવતા લોકોને વધારે તળેલું ખોરાક ખાવાની મનાઈ છે. જેથી શરીરમાં સંતૃપ્ત ચરબી ન વધે. તેથી ઓલિવ ઓઈલ, એવોકાડો ઓઈલ, ચિયા સીડ્સ ઓઈલ, તલનું તેલ વગેરે વપરાશ માટે યોગ્ય માનવામાં આવે છે. સારા કોલેસ્ટ્રોલને વધારતા ખોરાક ખાવાની સાથે, ખરાબ કોલેસ્ટ્રોલને વધારતી વસ્તુઓનું સેવન બંધ કરવું જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application