વોર્ડ નં.૭, ૮, ૧૪ના વિસ્તારો અશાંત ધારામાં સમાવો: ધારાસભ્ય ટીલાળા

  • December 19, 2024 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં અત્યારે અશાંત ધારાનો મામલો હોટ ઈસ્યુ બન્યો છે. વિધાનસભા–૬૯ના ધારાસભ્ય બાદ વધુ એક ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ પણ પોતાના મત વિસ્તારમાં આવતા વોર્ડ ન.ં ૭, ૮ તથા ૧૪ના વિસ્તારોને અશાંત ધારામાં સમાવવા આજે કલેકટર સમક્ષ રજુઆત કરી હતી. ભાજપ અગ્રણી સામાજીક આગેવાનો, વિસ્તારવાસીઓ સાથે કલેકટર કચેરીએ પહોંચેલા ટીલાળાએ એરીયામાં પડતી મુશ્કેલીઓ બાબતે પણ સુચીત કરી સત્વરે કાર્યવાહી કરવા માગણી કરી છે.
વોર્ડ નં.૬ અને ૮માં આવતા વિસ્તારો પૈકીના પ્રહલાદપ્લોટ, વર્ધમાનનગર, જયરાજપ્લોટ, કરણપરા, જાગનાથનો ભાગ ગુંદાવાડી, રામનાથપરા સહિતના એરીયાને અશાંત ધારામાં સમાવિષ્ટ્ર કરવા માટેની તેમજ વોર્ડ નં.૧૪માં લમીનગર, નંદકિશોર સોસાયટી, કૃષ્ણનગર, રાજનગર, અનુપમ સોસાયટી, રાધાનગર સહિતના રહેણાંક વિસ્તારને અશાંત ધારામાં લેવા માટેની ત્યાંના રહેવાસીઓ દ્રારા માગણી કરાઈ છે.
ઉપરોકત વિસ્તારના રહેવાસીઓ, સામાજીક અગ્રણીઓ, ભાજપના આગેવાનો, વિધાનસભા–૭૦ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાની આગેવાનીમાં કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. વિસ્તારવાસીઓના કહેવા મુજબ અમારા રહેણાંક વિસ્તારમાં હવે વિધાર્થીઓ મિલકતો ખરીદીને વસવાટ કરવા આવે છે. રોજીંદા નોનવેજ ગમે ત્યાં ફેંકવા, વાહનો આડેધડ રાખવા, ઘર બહાર કે, ચોકમાં ટોળે વળીને બેસવા અને હવે તો માથાકુટો કરવી પાડોશીઓને યેનકેન પ્રકારે હેરાન કરવાની ઘટનાઓ વધી છે.
બધા સરખા નથી હોતા પણ આવા માનસવાળા ઈસમોને લઈને વિસ્તારમાં હાડમારી રહે છે. શહેરમાં અન્ય વોર્ડની માફક વોર્ડ નં.૭, ૮ અને ૧૪ના આવા વિસ્તારો પણ અશાંત ધારામાં સમાવવા માટે માગણી કરાઈ છે અને વારંવાર રજુઆત છતાં કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી.
આજે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ ડેલીગેશન સાથે મળીને કલેકટરને રજુઆત કરી હતી. જેમાં સત્વરે અશાંત ધારામાં વિસ્તારો સમાવવા ઉપરાંત પ્રહલાદ પ્લોટ, કરણપરા, વર્ધમાનનગર તેમજ અન્ય એરીયામાં જયાં મંદિરો, દેરાસરો કે આવા ધાર્મિક સ્થળો આવેલા છે ત્યાં પણ નોનવેજની રેંકડીઓ ઉભી રહે છે.
અથવા તો ત્યાં નજીકમાં રહેતા આવા પરિવારો ધર્મ સ્થળો નજીક અખાધ કે નોનવેજ જેવી વસ્તુઓ કચરો, એઠવાડ ફેંકે છે જેથી દર્શને આવતા ભાવિકોને પણ આવા દ્રશ્યો જોઈને લાગણી દુભાય છે. આવા કારણોસર ખોટી માથાકુટો કે ઘર્ષણ થવાની પણ ભીતી રહે છે. જે વિસ્તારો દ્રારા રહેવાસીઓ, અગ્રણીઓ દ્રારા અશાંત ધારામાં સમાવવા માગણી કરી છે. દરખાસ્ત કરાઈ છે. એવા વિસ્તારોને સત્વરે જરૂરી કાર્યવાહી સાથે અશાંત ધારામાં સમાવવા માગણી કરાઈ છે.
ગત સાહે વિધાનસભા–૬૯ના ધારાસભ્ય દર્શિતાબેન શાહ તેમજ સ્થાનીક ભાજપના આગેવાનો દ્રારા કલેકટર કચેરીએ દોડી આવી વોર્ડ નં.૨ના અશાંત ધારા વિસ્તાર સંદર્ભે રજુઆત કરી હતી જેના પગલે પ્રાંત કચેરી દ્રારા તપાસ થઈ હતી અને બે દિવસ પહેલા ગાંધીગ્રામ પોલીસના કાફલાએ રૈયારોડ પર અશાંત ધારા મામલે કેટલાક ઘરો ખખડાવીને ચેકીંગ કયુ હતું. દસ્તાવેજી પુરાવાઓ ચકાસાયા હતા. જાહેરનામા ભગં સબબ એક મહિલા સહિત ત્રણ સામે ગુના નોંધાયા હતા.
આજે ધારાસભ્ય ટીલાળા દ્રારા રજૂઆત કરાઈ હતી. જેમાં કોર્પેારેટર અશ્ર્વિન પાંભર, ભાજપ અગ્રણી મયુર શાહ, સોનીબજાર એસોસીએશનના ભાયાભાઈ સાહલીયા, વિશાલભાઈ માંડલીયા, કિરીટભાઈ પાંધી, રમેશભાઈ ચાવડીયા સહિતના ભાજપ અગ્રણીઓ સાથે વિસ્તારવાસીઓ વેપારીઓ હાજર રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application