ગિરનાર ઉપર આઠ ઈંચ વરસાદથી જળ હોનારતની યાદો તાજી

  • September 30, 2024 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢમાં ભાદરવો ભરપૂર હોય તેમ હાથીયા નક્ષત્રનો અસલ મિજાજ ગિરનાર પર્વત અને શહેરમાં અનુભવાયો હતો. દિવસના અસહ્ય ઉકળાટ બાદ સમી સાંજે દોઢથી બે કલાકના વરસાદના તોફાની રાઉન્ડથી તળેટી અને શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ભવનાથ વિસ્તારમાં તો પુરના પાણીથી અનેક સ્થળોને નુકસાની થઈ છે. ગિરનાર જંગલ વિસ્તારમાં પડેલા આઠ ઈંચ વરસાદથી દામોદર કુંડ ઉફાણે થયો હતો. દરિયા જેવા પાણીના રોદ્ર પ્રવાહ દામોદર કુંડને વટાવી રસ્તા પર પહોંચ્યા હતા. તોફાની વરસાદ થી તત્રં દ્રારા ભવનાથ તરફના રસ્તા બધં કરવામાં આવ્યા હતા. અને એસઙીઆરએફ અને ફાયરની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.ગઈકાલે ભવનાથ વિસ્તારમાં પાણીના પુર ભારતી આશ્રમ સહિત અનેક આશ્રમોમાં પ્રવેશી ગયા હતા.ભારતી બાપુના આશ્રમથી પાયતન તરફના રસ્તાના બે કટકા થવાથી વાહન વ્યવહાર પણ બધં થયું છે.ભારતી આશ્રમ પાસે એક ઇન્દ્રભારતી બાપુના આશ્રમ તરફ જતા રસ્તે ચાર મળી કુલ પાંચ કાર ફસાઈ જતા મહાનગરપાલિકાની ટીમ દ્રારા મધરાત્રી સુધી રેસ્કયુ કરી પાંચેય કારને બહાર કાઢવામાં આવી હતી. ભવનાથ વિસ્તારના રસ્તાઓનો કચ્ચરધાણ થયો છે.ગઈકાલે રવિવારની રજા હોવાથી હજારો સંખ્યામાં લોકો હતા પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પાણીના જોરદાર પ્રવાહથી પ્રકૃતિ ધામ પાસે આવેલ પુલની રેલીંગ તોડી નાખી હતી અને વૃક્ષોનો સોથ વળી ગયો હતો.
ગઈકાલે દામોદર કુંડના ઘસમસ્તા  પાણીનો પ્રવાહ કાળવાના વોકળામાં રોદ્ર પે જોવા મળ્યો હતો. જેથી કાળવા  પાસેની  સોસાયટીઓના લોકોના જીવ ઉચકાયા હતા. મુબારક બાગ વિસ્તારમાં રહેતા લોકોના મકાનમાં પાણી ઘૂસી જતા અનેક ઘરોમાંથી ઘરવખરી તણાઈ હતી. પાણીનો પ્રવાહ વધતો જતા ડરના માર્યા વિસ્તારના ૨૫ થી વધુ પરિવારો ઘરની બહાર નીકળી ગયા હતા અને પાસે આવેલા કોમ્પ્લેકસમાં પહોંચી ગયા હતા.મોતીબાગ પાસે આવેલ પુલ પર પાણી આડોઅડ થતું હતું જેથી  મોતીબાગ, ડ્રીમલેન્ડ સોસાયટી અને રાયજીબાગ સહિતના વિસ્તારોના લોકોના જીવ ઊચકાયા હતા. ડ્રીમલેન્ડ સોસાયટી પાસે આવેલ જૂની દિવાલ ધરાસાઈ થઈ હતી જેથી પાણીનો પ્રવાહ તે વિસ્તારમાં ફરી વળ્યો હતો. વરસાદના તોફાની રાઉન્ડથી જિલ્લ ા કલેકટર અનિલ રાણા વસિયા, કમિશનર ડો ઓમ પ્રકાશ સહિતની ટીમ દ્રારા કાળવા ચોક ખાતે પાણીના પ્રવાહ અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. રાત્રે ૧૦ વાગ્યા બાદ વરસાદે વિરામ લેતા તત્રં એ પણ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ ગઈકાલે થયેલા ધોધમાર વરસાદથી શહેરીજનોના જીવ તાળવે ચોટયા હતા


મોતીબાગ તરફ પાણીનો પ્રવાહ વધતા પોલીસ દ્રારા રસ્તો બધં કરાયો
ગઈકાલે રાત્રે ભારે વરસાદથી કાળવામાં પાણીનો પ્રવાહ સતત વધતો જતો હતો અને એક સમયે તો ઓવર લો થવાની તૈયારીમાં હતું જેથી પોલીસ તત્રં દ્રારા સાવચેતીના ભાગપે મોતીબાગ સહિતના આસપાસના વિસ્તારો પર અવર–જવર બધં કરવામાં આવી હતી અને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પાણી ધીરે ધીરે ઓછું થતાં ત્યારબાદ અવરજવર માટે રસ્તો કાર્યરત કરાયો હતો


ચાર વાહનો રેસ્કયુ કરાયા
ઝાંઝરડા ચોકડી પાસે પણ પાણી ભરાઈ ગયા હતા ત્યારે ઝાંઝરડા રોડ ગરનાળામાં ટેમ્પો વાહન ફસાઈ જતા સ્થાનિકોની ટીમ દ્રારા દોરડા ખેંચી કાઢવામાં આવી હતી. બેરેક લગાવી તત્રં દ્રારા રસ્તો બધં કરવામાં આવ્યો હતો નવા નાગરવાડા વિસ્તારમાં  રસ્તાઓ તોડવામાં આવ્યા હોવાથી અનેક વાહનો ફસાયા હતા. જેસીબીથી એક કારને બહાર કાઢી હતી યારે બે થી ત્રણ બાઈકને નુકસાની થઈ હતી


અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા
શહેરમાં ગઈકાલે પડેલા વરસાદથી અનેક વિસ્તારોમાં અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. જેમાં ઝાંઝરડા રોડ પર બાબા કોમ્પ્લેકસ, માંગનાથ રોડ પર પ્રિયા કોમ્પલેક્ષ, મધુરમ પ્રિયંકા પાર્ક, વાળદં સોસાયટી, કાશી વિશ્વનાથ સોસાયટી, તળાવ દરવાજા પાસે આવેલ રેલવેની દિવાલ તૂટી હતી, તળાવ દરવાજા ખાતે આવેલ નીલધારા એપાર્ટમેન્ટમાં પાણી ભરાયા, ડ્રીમલેન્ડ સોસાયટી માં કાળવાની જૂની દીવાલ તૂટી જતા પાણી ભરાયા, નવા નાગરવાડામાં રાંદલના કુવા પાસે, વાડલા ફાટક, જોષીપરા અંડર બ્રિજ, ઝાંઝરડા રોડ ગરનાળા, તળાવ દરવાજા, સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી અને પાણીનો નિકાલ લાવવા તત્રં દ્રારા રાત ભર દોડધામ થઈ હતી

અનેક વાહનો તણાયા
ભવનાથ વિસ્તારમાં પડેલા વરસાદ ઉપરાંત શહેરમાં ચાર ઈંચ વરસાદ પડો હતો.જેથી અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.કાળવા પાસે આવેલ મુબારક બાગ, ઉપરાંત વાળદં સોસાયટી, ઝાંઝરડા રોડ, મધુરમ, સાબલપુર, કાશી વિશ્વનાથ સોસાયટી, માંગનાથ રોડ, તળાવ દરવાજા, ઈવનગર રોડ, દાતાર રોડ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.મહાનગરપાલિકાની  ફાયર શાખાની ટીમ દ્રારા ઇવનગર બસ સ્ટેન્ડ પાસે ફસાયેલા ૩૫ વાહનો અને લોકોનું રેસ્કયુ કયુ હતું. વાણદં સોસાયટીમાં પાણી ઘૂસી જતા ચાર વ્યકિતઓનું રેસ્કયુ, સાબલપુર ચોકડી  ગુકુળ પાસે ફસાયેલા ત્રણ સહિત કુલ ૪૦લોકોનું રેસ્કયુ કયુ હતું

દામોદર કુંડ ખાતે પોલીસ ખડેપગે
જૂનાગઢમાં ગઈકાલે રવિવારે ફરવા માટે ભવનાથ તળેટીમાં મોટી સંખ્યામાં લોકો હતા ત્યારે એકા એક વરસાદ વધી જતા દામોદર કુંડમાં પાણીના ઘોડાપુર રસ્તા પર પહોંચી ગયા હતા જેથી બંદોબસ્ત માટે પોલીસ કર્મીઓ રસ્તા પર જ ઉભા રહી વાહન વ્યવહાર બધં કરવામાં આવ્યો હતો અને દામોદર કુંડ ખાતે કોઈ જાય નહીં તે માટે વરસતા વરસાદમાં સ્ટેન્ડ બાય રહ્યા હતા

ડ્રીમલેન્ડ સોસાયટી પાસે દીવાલ તૂટી–લોકોના જીવ ઉચકાયા
શહેરની મોતીબાગ પાસે આવેલ ડ્રીમલેન્ડ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા જેથી કાળવાની જૂની દિવાલ તૂટી ગઈ હતી. જેથી વિસ્તારવાસીઓના જીવ ઉચકાયા હતા. પાણીનો અવિરત પ્રવાહો વધતો જતો હોવાથી રાયજીબાગ વિસ્તારમાં પણ ભય છવાયો હતો પરંતુ મેઘરાજાએ વિરામ લેતા પાણી ધીરે ધીરે ઓછું થતાં તત્રં અને લોકોમાં રાહત થઈ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application