નવા કોર્ટ બિલ્ડિંગનું સીજેઆઇ ચંદ્રચુડના હસ્તે લોકાર્પણ

  • January 06, 2024 04:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ખાતે જામનગર રોડ, ઘંટેશ્વર પાસે . ૧૧૦ કરોડના ખર્ચે બંધાયેલા વિશાળ અદાલતી સંકુલનું આજે સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડના હસ્તે રાયના કાયદા મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટ જસ્ટિસ અરવિંદ કુમાર, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ સુનિતા અગ્રવાલ, ગુજરાત હાઈકોર્ટના ન્યાયમુર્તિઓ એન.વી.અંજારીઆ, રાજકોટના એડમિનિસ્ટ્રેટીવ ન્યાયમુર્તિ આશુતોષ જે.શાક્રી, કાયદા સચિવ પી.એમ.રાવલ, ગુજરાત હાઈકોર્ટના અન્ય ન્યાયમુર્તિઓ તથા રાજકોટ જિલ્લા મુખ્ય ન્યાયાધીશ આર.ટી.વચ્છાણી તથા રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ બકુલ રાજાણી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.રાજકોટની ભાગોળે જામનગર રોડ અને ઘંટેશ્વર નજીક નવા રિંગ રોડ ઉપર ૧૪ એકરના પરિસરમાં ૩૬,૫૨૦ ચો.મીના બિલ્ટઅપ એરિયામાં આ નવા સુવિધાસભર પાંચ માળના ડિસ્ટિ્રકટ કોર્ટ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે.આજે વિશાળ ડોમ ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા અને ચુસ્ત બંદોબસ્ત સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપ પટેલ, પ્રદેશ લીગલ સેલના સહ સંયોજક અનિલ દેસાઈ, શહેર લીગલ સેલના સંયોજક પિયુષ શાહ સહસંયોજક કમલેશ ડોડીયા, રાજકોટ બાર એસોસિએશનના ઉપપ્રમુખ સુરેશ ફળદુ સેક્રેટરી પીસી વ્યાસ જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગોંડલીયા ટ્રેઝરર આર ડી ઝાલા લાઇબ્રેરી સેક્રેટરી મેહત્પલ મહેતા કારોબારી સભ્યો તેમ જ અન્ય પેટા બાર જેવા કે ક્રિમિનલ બાર એસો. એમ એસ સી ટી બાર, રેવન્યુ બાર, રેવન્યુ પ્રેકિટસનર્સ એસો. મહિલા બાર એસો તમામ વારના હોદ્દેદારો કાર્યકરો બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખો લલિતસિંહ શાહી, અર્જુન પટેલ સહિતના સિનિયર અને જુનિયર ધારાસભ્ય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.હાલની રાજકોટની ૩૯ અદાલતો અલગ અલગ સ્થળે બેસીને ન્યાયિક કાર્ય કરતી હોઇ હવે ડિસ્ટિ્રકટ એન્ડવસેશન્સ કોર્ટ, સિવિલ કોર્ટ યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, સ્મોલ કોઝ સહિતની કોર્ટેા એક જ સ્થળે બેસીને કાર્ય કરી શકશે, જેનાથી ન્યાયિક પ્રક્રિયાને વેગ મળશે.નવા કોર્ટ બિલ્ડિંગમાં ૫૦થી વધુ કોર્ટમની સુવિધા તેમજ ન્યાયાધીશો માટે લાઈબ્રેરી તેમજ વિડીયો કોન્ફરન્સ હોલ, વકીલશ્રીઓ માટે બારમ, સરકારી વકીલો માટે ચેમ્બરો, જજીસ માટે ચેમ્બરો, કોર્ટનાં સ્ટાફ તથા અરજદારો માટે કેન્ટીન, કોર્ટનાં સ્ટાફ – અરજદારો માટે પાકગ તથા જજીસ માટે અલગથી પાકિગ, લેડીઝ–જેન્ટસ ટોઈલેટ, સેન્ટ્રલ રેકર્ડ મ તથા મુદ્દામાલ મ અને સીસીટીવી સર્વેલન્સ સાથેની વિવિધ સવલતોનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે જ દિવ્યાંગો માટે ટોઈલેટ તથા રેમ્પ વગેરે સવલતોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.અંદાજિત ૭૫૦ થી ૮૦૦ વ્યકિતઓનો સ્ટાફ કાર્યરત રહી શકે તેવું સુવિધાસભર આ નવીન બિલ્ડિંગ તૈયાર કરાયું છે.

રાજકોટમાં રાયમાં સૌપ્રથમ વખત ડિપોઝિશન સેન્ટર પણ ખુલ્લું મુકાયું

ગુજરાત રાયમાં સૌ પ્રથમ વખત ડિપોઝિશન સેન્ટરનું અનાવરણ આજે રાજકોટમાં નવા અદાલત સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું. ડિપોઝિશન સેન્ટર એટલે કે અન્ય જગ્યાએથી બદલી પામીને રાજકોટ ખાતે આવેલા સરકારી કર્મચારીઓને જુબાની આપવા માટે તેઓ અગાઉ ફરજ બજાવી આવેલ જગ્યાએ પ્રત્યક્ષ જવાને બદલે નવનિર્મિત રાજકોટ જિલ્લા અદાલતમાં વિટનેસ ડિપોઝિશન સેન્ટરની મદદથી તેઓ તેમની જુબાની નોંધાવી શકશે.
નવા કોર્ટ સંકુલમાં ફૂલોની આકર્ષક સજાવટ
રાજકોટના ઘંટેશ્વર મુકામે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાના હસ્તે ખુલ્લા મુકાયેલા નવા કોર્ટ સંકુલને ફલ છોડથી સુશોભિત કરી ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application