મારી નાખવાની ધમકી
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા પીઠાભાઈ પાલાભાઈ મકવાણાનો કુટુંબી ભાણેજ એક યુવતીને મોબાઈલ ફોનથી મેસેજ કરતો હોય, આ બાબતનું મન દુઃખ રાખીને ખંભાળિયામાં ગોવિંદ તળાવ વિસ્તારમાં રહેતા હસમુખ ઉર્ફે હિતેશ હરીશભાઈ મકવાણા, હેમત હરીશભાઈ મકવાણા, પાલા વેરશી જોડ અને પ્રવીણ લખમણભાઈ ચોપડા સાથે આવેલા એક અજાણ્યા શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે મંડળી રચી અને રિક્ષામાં પીઠાભાઈની દુકાને આવીને બિભત્સ ગાળાગાળી શરૂ કરી દીધી હતી.
જેથી પીઠાભાઈના પુત્રએ આરોપીઓને ગાળો આપવાની ના કહેતા આરોપી હસમુખ ઉર્ફે હિતેશ મકવાણાએ તેના પેન્ટના નેફામાં રહેલી છરી કાઢી, રાહુલને મારવા માટે ઉગામી હતી. પરંતુ તેને બચાવવા માટે તેના પિતા પીઠાભાઈ વચ્ચે પડતા તેમના હાથમાં તેમજ છરીનો બીજો ઘા તેમના સાથળના ભાગે વાગ્યો હતો. આ રીતે આરોપીઓએ ફરિયાદી પીઠાભાઈ ઉપર છરી તથા લાકડાના ધોકા વડે હુમલો કરી, ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, ચાર આરોપીઓની અટકાયત કરી લીધી હતી.
વિજ શોક લાગતા ભાણવડના યુવાનનું અપમૃત્યુ
ભાણવડમાં રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ કનુભાઈ ભાદરકા નામના 24 વર્ષના યુવાન રાત્રીના સમયે તેમના ઘરે ટેબલ ફેનને અડકતાં પંખામાં શોર્ટ આવતો હોવાથી તેમને જોરદાર વિજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પિતા કનુભાઈ બધાભાઈ ભાદરકા (ઉ.વ. 52) એ ભાણવડ પોલીસને કરી છે.
વાડીનારમાં માછીમારી કરતા શખ્સ સામે કાર્યવાહી
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામની જેટી પાસેના દરિયામાં માછીમારી કરી રહેલા સિક્કા ગામના હુસેન અબ્દુલભાઈ ગાઘ નામના 36 વર્ષના શખ્સ દ્વારા હાલ ચોમાસાની સિઝનમાં દરિયામાં માછીમારી કરવા જવાની મનાઈ હોવા છતાં આ જાહેરનામાનો ભંગ કરતા તેની સામે વાડીનાર પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
ભાણવડમાં બે સ્થળોએ જુગાર અંગેની કાર્યવાહીમાં ત્રણ ઝડપાયા
ભાણવડ તાલુકાના શિવા ગામના મહેશ ભગવાનજીભાઈ સિસોટીયા નામના 37 વર્ષના શખ્સને પોલીસે મોબાઈલ ફોનમાં વરલી મટકાના આંકડા વડે જુગાર રમતા ઝડપી લઇ, કુલ રૂપિયા 6,220 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અન્ય એક કાર્યવાહીમાં સેવક દેવળીયા ગામના પાણીના ટાંકા પાસે બેસીને તીનપતિ નામનો રમી રહેલા અલી હાસમ ઘુઘા અને ઉમર હાસમ ઘુઘાને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લઈ, ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ એક વસ્તુને લીંબુમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ થઇ જશે દૂર
January 24, 2025 04:51 PMજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMઅમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો, જાણો નવા ભાવ
January 24, 2025 04:03 PMજામનગરના ચેક રીટર્ન કેસમાં બે વર્ષની કેદ ૮.૫૦ લાખના દંડનો હુકમ યથાવત
January 24, 2025 04:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech