જૂનાગઢમાં પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન આયોજિત ગિરનાર મહોત્સવનો પ્રારંભ

  • December 02, 2023 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે ગઈકાલથી ૧૦ માં ગિરનાર મહોત્સવ નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મહોત્સવમાં ન્યુ દિલ્હી ,મુંબઈ, પુણે ભોપાલ સુરત, વડોદરા, જુનાગઢ, અમદાવાદ નાથદ્વારા, ઉજ્જૈન સહિતના સ્થળોએથી કલાકારો દ્વારા કલાકારી પ્રસ્તુત કરવામાં આવી રહી ડિસેમ્બર સુધી યોજાનારા ગિરનાર મહોત્સવમાં ખયાલ અને ધ્રુપદ ગાયન, બાસુરી, વાયોલીન, રુદ્ર વીણા ,સંતૂર ,સીતાર ,તબલા, પખવાજ, ઓડીસી ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, સહિતના શાસ્ત્રીય ગાયન, વાદન અને નૃત્યની પ્રસ્તુતિ કરશે.



આજે રાત્રે ઓડીસી ડુએટ, ભરત નાટ્ય મ કથક કુચીપુડી બાંસુરી અને ગાયન રજૂ કરવામાં આવશે. આવતીકાલે રવિવારે મહોત્સવના ત્રીજા દિવસે ઓડીસી ગ્રુપ ના દેબા શ્રીતા મોહતી, દેવિકા માનકર અને પ્રાંજલ દ્વારા કથક, વીંકી ફર્નાન્ડીઝ દ્વારા મોહિની અટમ, ડો અનુપમા હર્ષલ દ્વારા કથક, જયમન સોની દ્વારા હાર્મોનિયમ, ડો સીવાની કિનારી વાલા દ્વારા ગાયન, મંગલમૂર્તિ ચાઈલ્ડ સ્કૂલ દ્વારા ગાયન વૃંદ, રજૂ કરાશે. સોમવારે ઓડીસી યક્ષગાન, વાયોલીન, કથક ડુએટ, રુદ્ર વીણા અને ગાયન સહિતના કાર્યક્રમો યોજાશે. મહોત્સવના અંતિમ દિવસે મંગળવારે ભુપેન્દ્ર કુમાર શર્મા, ઉત્કર્ષ માલવયા, મનોજ સોલંકે, જયવંત ગાયકવાડ, યશોદાનંદન કુમાવત, ઋતુરાજ ભોંસલે, કલા વિકાસ કેન્દ્ર, સ્મિતા નાયર, બિન્દુજા નાયર, ખ્યાતિ મેર, અંધા શાહ, ધનશ્રી ભડંમકર, સુલભા ચોરસીયા દ્વારા પખાવજ કચેરી રજૂ કરાશે.સમગ્ર મહોત્સવ ને સફળ બનાવવા સુર રંગસંગીત વિદ્યાલય ના કિશોરભાઈ ચાવડા, રાજય ભાઈ ઠાકર, વિનુભાઈ પટેલ સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application