BREAKING NEWS

મોડપ૨ ગામમાં જામનગર જીલ્લા સહકા૨ી બેંકની નવી શાખાનું ઉદધાટન

  • January 02, 2026 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગ૨ જીલ્લા સહકા૨ી બેંકની વધુ એક શાખા લાલપુ૨ તાલુકાના મોડપ૨ ગામ ખાતે કાર્ય૨ત ક૨વામાં આવી છે. મોડપ૨ ગામના જ વતની પૂર્વ ૨ાજયમંત્રી હિ૨દાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ની સ્મૃતિમાં તેમના પિ૨વા૨ા દ્વારા ભૂમિદાન ક૨ી બેંકની શાખા માટે હિ૨દાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) સહકા૨ ભવનમાં આ નવી શાખાનું ઉદધાટન દાતા પિ૨વા૨ના વડિલ મંજુલાબેન હિ૨દાસ લાલ તેમજ પિ૨વા૨ના મોભી  અશોકભાઈ લાલના હસ્તે ૨ાખવામાં આવ્યું હતું.


આ પ્રસંગે જામનગ૨ જીલ્લા સહકા૨ી બેંકના ચે૨મેન  જીતુભાઈ લાલ દ્વારા બેંકના ભવિષ્યના આયોજનો, ટેકનોલોજી આધાિ૨ત નવીનતમ બેકીંગ સેવાઓ તેમજ ડીઝીટલ સેવાઓના વિસ્ત૨ણ માટેની માહિતી તેમજ બેંકની નાણાંક્યિ સ્થિ૨તા વિષ્ાયક વિગતો આપવામાં આવી હતી આ સાથે જ તેઓએ જીલ્લા બેંકની સિધ્ધીઓ, બેંકની જુદી જુદી શાખાઓ દ્વારા ક૨વામાં આવેલી ઉત્કૃષ્ટ કામગી૨ી, થાપણોમાં વૃધ્ધિ, ઝડપી ધી૨ાણ, શ્રેષ્ઠ ગ્રાહક સેવા અને વસુલાત કામગી૨ીના આંકડાઓ આપી આ બેંક દ્વારા ત્વિ૨ત - પા૨દર્શક અને વિશ્ર્વાસનિય સેવાઓ આપવા માટેની પ્રતિબધ્ધતા માટે વિશ્ર્વાસ આપ્યો હતો.


જામનગ૨ જીલ્લા સહકા૨ી બેંકના મોડપ૨ શાખાના ઉદધાટક અને બેંકના પૂર્વ ચે૨મેન તેમજ લાલપુ૨ તાલુકાના ડાય૨ેકટ૨  અશોકભાઈ લાલે પ્રાસંગીક વક્તવ્ય આપતાં કહયું હતું કે, આ નવી શાખાથી સ્થાનિક વેપા૨ીઓ - ખેડુતો - સ્વસહાય જુથો વિગે૨ેને ધ૨આંગણે ઉતમ બેકીંગ સુવિધા મળશે. તેઓએ ગ્રામ્ય વિસ્તા૨માં ચો૨ી જેવી પિ૨સ્થિતી ૨ક્ષ્ાણ માટે આ બેંકમાં લોક૨ સુવિધા આપવા સુચન ર્ક્યું હતું સાથે જ લાલપુ૨ તાલુકામાં જીલ્લા સહકા૨ી બેંકની વધુ શાખાઓ ખોલવા પણ જણાવ્યું હતું.


પ્રવર્તમાન સમયમાં બેંકના ગ્રાહકો સાથે થઈ ૨હેલા સાઈબ૨ ફ્રોડનો ભોગ બનીએ નહીં એ માટે જાગૃત અને સજાગ ૨હેવાનું કહેતા અશોકભાઈ લાલે આ બેંકના ચે૨મેન ત૨ીકે પોતાના અનુભવ અને કાર્યપધ્ધતિનો ઉલ્લેખ ક૨તાં, આ બેંકની કપ૨ી પિ૨સ્થિતીમાંથી બહા૨ લાવી સુઢ સહકા૨ી બેંક કઈ ૨ીતે બનાવી તેની ટુંકી વિગતો પણ જણાવી હતી.
​​​​​​​

બેંકના ચીફ એકઝીક્યુટીવ ઓફીસ૨ ડો.મૌનિલ હાથીએ આભા૨ દર્શન ક૨તાં જામનગ૨ જીલ્લા સહકા૨ી બેંક લી. સહકા૨ી મૂલ્યોને જાળવી ૨ાખી સમાવેશક વિકાસ અને ઉતમ ગ્રાહક સેવાના ઉદેશ સાથે સતત આગળ વધી ૨હી છે અને હ૨હંમેશ ખેડુતો અને ગ્રાહકોના હિતને ધ્યાન ઉપ૨ ૨ાખી કામગી૨ી ક૨શે તેની ખાત્રી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application