રાજકોટમાં દિવસેને દિવસે ખાનગી શાળાઓની દાદાગીરી એટલી હદે વધતી જાય છે ત્યારે બીજી તરફ જીલ્લા શિક્ષણ અધિકારીને પણ હવે અમુક સંચાલકો દાદ નથી તેવુ ચિત્ર ઉપજી આવ્યુ છે. ગઈકાલે જાહેર રજામા અનેક ખાનગી શાળાઓ શરૂ હતી ત્યારે વાલીઓએ અને વિદ્યાર્થીઓએ અનેક ફોન જિલ્લા શિક્ષણ અધિકારીને કયર્િ છતાં એક ફોન કોઈનો ઉપાડ્યો ના હતો બીજી તરફ ગઈકાલે વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે ધોળકીયા સ્કૂલે રજૂઆત કરવા પહોચેલા કોંગ્રેસના યુવા કાર્યકરોને સંચાલકે ચોખ્ખુ કહ્યુ હતુ કે, જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવી હોય તો કરી દેજો..! ગઈકાલે ધોળકીયા સ્કૂલમા કોંગ્રેસે હલ્લાબોલ કયર્િ બાદ જીલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓ બંધ કરવાના આદેશ આપ્યા હતા પરંતુ વાસ્તવમા તમામ શાળાઓ બપોર પછીની પારીમા ચાલુ જ હતી ! જેનો સીધો મતલબ થયો કે જિલ્લા શિક્ષણ અધિકારીને સ્કૂલ સંચાલકો 1% પણ ગાંઠતા નથી.. રાજ્યસરકારના નિયમોનો ઉલાળિયો કરનાર સામે કડકાઈ દશર્વિવાના બદલે જવાબદાર અધિકારી નોટિસ આપવામા પણ ડરતો હોય તો તેઓએ આ પદ પરથી રાજીનામુ આપી દેવુ જોઈએ તેવા વિદ્યાર્થીનેતાઓએ પ્રહારો કયર્િ હતા. વધુમાં જણાવ્યુ હતું કે ,જિલ્લાની શૈક્ષણિક બાબતોમા રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે જેમની જવાબદારી હોય તે જ વેચાય જાય તો શિક્ષણની સ્થિતિ શુ ઉદ્દભવે ? બસ આવી જ પરિસ્થિતિ કઈક રાજકોટમા હાલના સમયે ઉદ્ભવી છે કારણ કે જ્યારે જ્યારે સ્કુલોની ખોટી રીતે દાદાગીરી સામે આવે છે ત્યારે ડી.ઈ.ઓ. જાણે સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોશિયનના મહામંત્રી પદ પર હોય તેવુ અરજદારો સાથે વલણ દાખવે છે તે શરમજનક છે. થોડા સમય પહેલા ખાનગી સ્કુલોમાં પ્લાસ્ટિકના ગેરકાયદેસર ડોમ અંગેની પુરાવા સહિત અમો રજૂઆત કરવા ગયેલ ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે ગંભીરતા દાખવવાના બદલે બીજા વિભાગો ઉપર ખો આપી ડી.ઈ.ઓ.જવાબદારીમાથી છટકી ગયા હતા અને જણાવ્યુ કે હુબજો આ અંગે કાર્યવાહી કરુ તો કાલ સવારે સરકારમાથી ઇન્કવાઇરી ઉભી થશે તો ! કહેવાનો મતલબ કે જો આવો જ ડર લાગતો હોય તો જવાબદારીઓમાથી સ્વેચ્છિક રાજીનામુ આપી દેવુ જોઈએ અન્યથા જો ઊંચો સરકારી પગાર લેવો જ હોય તો નીડરતાથી સત્યની સાથે ચાલી કડકાઈથી કામગીરી કરવી પડશે. એક તરફ સ્કૂલ સંચાલકો સામે ડર પણ લાગતો હોય અને બીજી તરફ પ્રજાના ટેક્સના પૈસે એ.સી. ચેમ્બરમા બેસવુ હોય તો એવુ રાજકોટની જનતા અને કોંગ્રેસ જરા પણ સાખસે નહિ,
રાજકોટમાં જ્યારથી આ નવા શિક્ષણ અધિકારી આવ્યા બાદ એક પણ ખાનગી શાળા પર કોઇ દંડાત્મક કાર્યવાહી કરી હોય તેવુ એક દાખલો આપે ! વેકેશનના રજાના દિવસોમા મોટાભાગની શાળાઓ શરૂ હતી ત્યારે વિદ્યાર્થીઓના વાલીઓ ફરિયાદો કરી કરીને થાકી ગયા પણ એક સ્કૂલે ડી.ઈ.ઓ.ને ગાંઠ્યા ના હતા અને હવે તમામ સરકારી જાહેરરજાઓમા ખાનગી શાળાઓ શરૂ હોય છે. તે ગંભીર બાબતોમા કાર્યવાહી શું કરવાના ! આવા બેદરકારી અધિકારીઓને લીધે જ ટીઆરપી ગેમઝોન જેવા અગ્નિકાંડમાં 30 લોકોનો જીવ હોમાયો છે. ડી.ઈ.ઓ.ની નિષ્ક્રિય અને શંકાસ્પદ કાર્યશૈલીની શિક્ષણમંત્રીને પણ રજૂઆત કરવામાં આવશે.વધુમા કોંગ્રેસના યુવા કાર્યકરો અને આગેવાનોએ જણાવ્યુ હતુ કે ગઈકાલની જાહેરરજામા રાજકોટની જેટલી જેટલી શાળાઓ શરૂ હતી તેઓ વિરુદ્ધ દંડનાત્મક કડક કાર્યવાહી કરવામા અન્યથા અમોએ આપેલ ઢાંકણી ભરેલ પાણીમા ડૂબી જાઓ ! બંગડીયુ પહેરી લો..! વધુમા કાર્યકરોએ માંગ કરી હતી કે જાહેરજાઓમા શૈક્ષણિક કાર્ય શરૂ ના રાખવા અંગેનો સ્પષ્ટતાપૂર્વક પરિપત્ર જાહેર કરો જેમા દંડની જોગવાઈથી માંડી માન્યતા રદ સુધીનાં પગલાઓનો ઉલ્લેખ કરતો પરિપત્ર જાહેર કરવા માંગણી કરી હતી અન્યથા રાજીનામુ આપવા માંગ કરી હતી. કોંગ્રેસના વિદ્યાર્થીનેતા પ્રવક્તા રોહિતસિંહ રાજપુત,કોંગ્રેસ અગ્રણી રણજીત મુંધવા,ઓબીસી સેલ પ્રમુખ હાર્દિકસિંહ રાજપૂત,યુવા આગેવાન જીત સોની,યશ ભીંડોરા,રોનક રવૈયા,રાજ પટેલ,પારસ પટેલ,ડેનિસ રામાણિ,દીક્ષિત પટેલ,વિશાલ નાડોલા સહિતની પોલિસે અટકાયત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકિસાન દિવસ ભારતના અનાજના શૂરવીરોનો દિવસ
December 23, 2024 10:38 AMમાતુશ્રી કેસર ઓર્ગેનિક ફાર્મના લક્ષ્મણભાઈ પટેલની ફાર્મ ટુ હોમ યાત્રા પહોંચી વિદેશ સુધી
December 23, 2024 10:33 AMમંદિર હોવાના પૂરાવા મળ્યા છે, અમે તેને લઈને જ રહીશુંઃ સંભલ વિવાદ પર સ્વામી રામભદ્રાચાર્યનો મોટો દાવો
December 23, 2024 10:26 AMખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech