ભાવનગર જિલ્લા કલેક્ટર ડો. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે યોજાઈ હતી.
ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં તુમારનો નિકાલ, વસુલાતની સમીક્ષા, પેન્શન કેસો, કોનસોલિડેટેડ માહિતી, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળની અરજી, સ્વાગત કાર્યક્રમ સહિત રજૂ થયેલા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે જિલ્લા કલેક્ટર ડો. મનીષકુમાર બંસલએ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત ધારાસભ્ય દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલ જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મિયાણી, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, ઈ.ચા. પોલીસ અધિક્ષક અંશુલ જૈન, નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી, રિજિયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટીઝ અધિક કલેકટર ડી.એન. સત્તાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ, પ્રાંત અધિકારીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech