રાજકોટ જિલ્લામાં જુગારના નવ દરોડામાં 57 જુગારી સવા બે લાખની મત્તા સાથે ઝડપાયા

  • June 17, 2024 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સહીત જિલ્લામાં ભીમ અગિયારસ પૂર્વે જુગાર રમતા 57 શખ્સોને સહિતના શખ્સોને પોલીસે ઝડપી લઇ 2,18,880ની રોકડ સહીતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી છે.કોટડા સાંગાણી પોલીસ પેટ્રોલિંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, કરમાળ પીપળીયા ગામ અંજવાળે કેટલાક શખ્સો તીનપતિનો જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી અરવિંદ ઉકાભાઇ પાતાણી, અનીલ હરસુખભાઇ પાતાણી, હરેશ રામજીભાઇ સીતાપરા, ભાવેશ રમેશભાઇ પરમાર, જયેશ ગોવિંદભાઇ પાતાણી (રહે.તમામ કરમાળ પીપળીયા)ને ઝડપી પાડી રોકડ 11,250ની મત્તા કબ્જે કરી ગુનો નોંધ્યો હતો.

બીજા દરોડામાં ગોંડલ બી ડીવિઝન પોલીસે આશાપુરા ચોકડી નજીક ખોડીયાર હોટલ સામે જુગાર રમતા મુકેશ માવજીભાઇ વિરડીયા (રહે.ગોંડલ યોગીનગર શેરી નં.08), વિમલ પરસોતમભાઇ કોટડીયા (રહે-ગોંડલ ભોજરાજપરા શેરી નં.24/13), ભરત રામજીભાઇ કટકીયા (રહે- ગોંડલ ભોજરાજપરા શેરી નં.31), જયેશ ભીખાભાઇ મકવાણા (રહે- મોટી બજાર સંઘાણી શેરી), મીતેશ પ્રવીણભાઇ કાનાબાર (રહે- ગોંડલ ભોજરાજપરા શેરી નં.24) ને ઝડપી પાડી રોકડ 25,740ની મત્તા સાથે ઝડપી પાડ્યા હતા.
ત્રીજા દરોડામાં જસદણ પોલીસે બાખલવડ ગામથી નજીક જુગાર રમતા રવિ વિનુભાઇ ચોવસીયા( રહે.જસદણ, ગઢડીયા રોડ), આનંદ ભરતભાઇ મકવાણા, (રહે.જસદણ, લાતી પ્લોટ), અશ્વિન મોહનભાઇ બાવળીયા (રહે.બાખલવડ), રમેશ ગોરધનભાઇ પલાળીયા (રહે.બાખલવડ), રાહુલ વલ્લભભાઇ ડાંગર (રહે.બાખલવડ), લાલજી ગોપાલભાઇ વાટીયા (રહે.બાખલવડ), લાલજી મનસુખભાઇ આંધાણી (રહે.બાખલવડ) વિશાલ સાદુળભાઇ રામ(રહે. જસદણ, નવી નગરપાલીકાની બાજુમા) ને ઝડપી લઈ રોકડ રૂ.18,860ની મત્તા સાથે ઝડપી લઇ ગુનો નોંધ્યો છે.

ચોથા દરોડામાં જસદણ પોલીસે વિછીંયા રોડ, આશોપાલવ પાન વાળી શેરીમાંથી જુગાર રમતા અશોક વશરામભાઇ સોરાણી, દેહા ધોધાભાઇ સોરાણી, (રહે બંને જસદણ), દિનેશ કુરજીભાઇ સાંકળીયા (રહે.પોલારપર ગામ) અરવિંદ વાલજીભાઇ પલાળીયા (રહે. પોલારપર ગામ), અજય ઠાકરશીભાઇ તાવીયા (વિંછીયા રોડ, જસદણ), દામજી બોધાભાઇ નાગડકીયા (રહે. પોલારપર ગામ), રાહુલ માવજીભાઇ સોરાણી (વિંછીયા રોડ)ને ઝડપી લઇ રોકડ 11,720ની મત્તા કબ્જે કરી હતી.
પાંચમા દરોડામાં જસદણ પોલીસે કોઠી ગામની સીમ વિસ્તારમાં જુગાર રમી રહેલા રોહિત ધીરૂભાઇ રોજાસરા (રહે.નાની લાખાવાડ ગામ) વિપુલ ભનુભાઇ હાંડા (રહે.કોઠિ ગામ), કિશન વસનભાઇ બાવળીયા (રહે.જસદણ), સાગર શૈલેષભાઇ કુકડીયા (રહે.કનેસરા ગામ), અનીલ કેશુભાઇ ઝાપડીયા, (રહે. રહે.કોઠિ ગામ), ભગવાન રામજીભાઇ સાપરા(રહે. રહે.કોઠિ ગામ)ને ઝડપી લઇ રોકડ 35,770ની મત્તા કેબેજ લીધી હતી.


છઠા દરોડામાં સુલતાનપુર પોલીસે દેરડી કુંભાજી ગામે હાઇસ્કુલ સામે જુગાર રમી રહેલા ગીરીશ તુલસીભાઇ હોથી,અનક ભાણભાઇ ખુમાણ, રોહીત ઉર્ફે જીગા મનુભાઇ વામજા, નરેશ અમરશીભાઇ સેખલીયા, રજની નટુભાઇ સાંગાણી, કેતન મનસુખભાઇ રાછડીયા, ઉદય નાનુભાઇ પરમાર, નીલેશ ચંદુભાઇ સરવૈયા, ભદ્રેશ ધીરૂભાઇ ગોડલીયા, ઉતમ રાજેશભાઇ સાગાણી (રહે. બધા દેરડી (કુંભાજી)ને ઝડપી લઇ રોકડ 27260 ની મત્તા કબ્જે કરી હતી.


સાતમા દરોડામાં દેરડી કુંભાજી ગામે વનરાવન સોસાયટી માં જાહેર શેરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા રમેશ બચુભાઇ સોલંકી રોહીત કેશુભાઇ સોલંકી, અશોક પ્રાગજીભાઇ સોલંકી,હરેશ ડુંગરભાઇ સોલંકી,સુરેશ કેશુભાઇ સોલંકી, (રહે.બધા દેરડીકુંભાજી) ને ઝડપી પાડી સુલતાનપુર પોલીસે રોકડરૂ.12290ની મત્તા કબ્જે કરી હતી.
આઠમા દરોડામાં ગોંડલ કંટોલીયા રોડ સ્મશાન પાસે જાહેરમાં જુગાર રમતા મયુર રવજીભાઇ રૈયાણી, સંજય રમેશભાઇ ધડુક, અશ્વિન નાગજીભાઇ ભુત , જગદીશ વિઠ્ઠલભાઇ પડાલીયા, ભાવેશ દેવશીભાઇ કોટડીયાને ગોંડલ પોલીસે પકડી પાડી 32390ની મત્તા કબ્જે કરી હતી.

નવમાં દરોડામાં વચલીઘોડી ગામની સીમ વિસ્તારમા પડધરી પોલીસે જુગાર રમતા વશરામ રામજીભાઈ ભાલોડીયા, (રહે.જગામેડી ગામ તા.જી.જામનગર) સહદેવસિંહ ચંદુભા જાડેજા (રહે.પડધરી રેલ્વે સ્ટેશનની બાજુમા) પ્રતાપસિંહ બહાદુરસિંહ જાડેજા (રહે.વચલીઘોડી ગામ) વિક્રમ જેઠાભાઈ બસીયા (રહે.એરીકેશન બંગલા પાસે મીતાણા), દિનેશ બેચરભાઈ બોડા (રહે.અનિ હોટલ સામે ભવ્ય ગ્રીન સોસાયટી ધ્રોલ), નારણ ટપુભાઈ ગડારા(રહે.વાકીયા તા.ધ્રોલ), ઈકબાલ નુરમહમદભાઈ દોઢીયા (રહે, કુંભનાથપરા કાલાવાડ)ને પડધરી પોલીસે ઝડપી લઇ રોકડ 43600ની મત્તા સાથે ઝડપી લીધા હતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application