સાયબર હુમલાના કિસ્સામાં છેતરપિંડી કરનારાઓના ખાતાઓ પર ઝડપી ફ્રીઝ કરવાનો માર્ગ મોકળો કરવા માટે તોયારીઓ થઇ ગઈ છે. બેંકોએ ગૃહ મંત્રાલયની એક શાખા, નેશનલ સાયબર ક્રાઈમ રિપોટિગ પોર્ટલ સાથે તેમની સિસ્ટમના સિંક્રોનાઈઝેશનની દરખાસ્ત કરી છે. આનાથી સાઈબર ક્રાઈમની ફરિયાદ નોંધાતા જ તમામ ખાતા આપમેળે જ ફ્રીઝ થઇ જશે, તેને ફ્રીઝ કરાવવા માટે બેન્કને જાણ કરવાની જરૂર નહીં રહે.
આનો હેતુ ડિજિટલ ગુનાઓ અને ફિશિંગ હુમલાઓના ગુનેગારોને લયના બેંક ખાતામાંથી નાણાં ઉપાડવા, ટ્રાન્સફર કરવા અથવા ખર્ચવામાં આવે તે પહેલાં અટકાવી દેવાનો છે. સાઈબર ઠગો ફ્રોડ કર્યા પછી થોડા જ સમયમાં નાણા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી ડે છે અથવા ઉપાડી લે છે. સામાન્ય માણસ સાથે સાઈબર ઠગાઈ થાય તે પછી તે પોતાના ખાતાઓ ફ્રીઝ કરાવવામાં જે સમય લે તેના કરતા ઓછા સમયમાં ઠગો નાણાને અન્યત્ર ખસેડી લેતા હોય છે.
બેંકોએ, સાયબર ક્રાઈમ નિષ્ણાતો સાથે પરામર્શ કરીને, સરેરાશ પ્રતિભાવ સમય ઘટાડવા અને કેસોના ઝડપી અપડેટ માટે નેશનલ સાયબર ક્રાઈમ રિપોટિગ પોર્ટલ સાથે એપીઆઈ સિંક્રોનાઈઝેશનની ભલામણ કરી છે. આવું કરવાથી મેન્યુઅલ હસ્તક્ષેપ વિના બેંક એકાઉન્ટને આપમેળે ફ્રીઝ થઇ જઈ શકે અને કૌભાંડનો ભોગ બનનારના નાણા બચી જાય તેમ એક બેંકરે જણાવ્યું હતું.
નિયમો અનુસાર, બેંકો, સાયબર ક્રાઇમની જાણ થતાં જ, પ્રાથમિક, માધ્યમિક અને તૃતીય ખાતા સહિત તમામ સંબંધિત ખાતાઓ ફ્રીઝ કરી દે છે.
આ શઆતમાં પીડિતને ઓનલાઈન ટ્રાન્સફર કરાયેલી રકમને પુન:પ્રા કરવામાં મદદ કરશે, પરંતુ પછીથી તેમના ખાતાને અનફ્રીઝ કરવામાં સમસ્યા રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech